દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નહીં
નવીદિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત રાહત મળવાનો દૌર જારી છે.ગત અઠવાડીયામાં પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં ભારે ઘટાડો થયો છે જા કે આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં કોઇ પરિવર્તન આવ્યું નહીં અને આ મંગળવારના સ્તર પર બની રહેલ ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલ જયાં ૭૧.૪૪ રૂપિયા લીટરે મળી રહ્યું છે જયારે ડીઝલના ભાવ ૬૪.૦૩ રૂપિયા લીટર છે.૨૬ ફેબ્રુઆરી બાદથી લઇ આજ સુધી તેલના ભાવ સતત ધટી રહ્યાં છે અને ૫૭ પૈસા સસ્તુ થયું છે.જયારે ડીઝલ ૬૭ પૈસા ઓછું થયું છે.
મુંબઇમાં આજે પેટ્રોલ ૭૭.૧૩,ડીઝલ ૬૭.૦૫ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે કોલકતામાં પેટ્રોલ ૭૪.૧૧ રૂપિયા જયારે ડીઝલ ૬૬.૩૬ રૂપિયા, ચેન્નાઇમાં પેટ્રોલ ૭૪.૨૩ રૂપિયા લીટર અને ડીઝલ ૬૭.૫૭ રૂપિયા લીટરે વેચાઇ રહ્યું છે.એ યાદ રહે કે છેલ્લા કેટલાક સમયમાં પેટ્રોલ અને ડીઝલની કીમતોમાં પરિવર્તન આવ્યું છે અને તેમાં મોટાભાગના સમયે તેની કીંમતો ઓછી જ થઇ છે. આશા કરવામાં આવી રહી છે કે આવનારા દિવસોમાં તેમાં વધુ રાહત મળી શકે છે. પેટ્રોલિયમ નિર્યાતક દેશોના સમૂહ ઓપેકના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૦ના પહેલા છ માસિકમાં કાચા તેલની વૈશ્વિક માંગ ઓછી રહી શકે છે.કાચા તેલના ભાવ ગત અઠવાડીયે ૧૪ ટકાના ધટાડાની સાથે ૫૦.૫૨ ડોલર પ્રતિ બેરલ રહી ગયા છે.ચીન અને અન્ય દેશોમાં કોરોના વાયરસને કારણે આ વર્ષના પહેલા છ માસમાં કારોબાર સુસ્ત રહેવાની આશંકા છે