દેશમાં પેટ્રોલ ડીઝલ પર ૭૦ ટકા સુઘીનો ટેકસ વસુવાય છે

નવીદિલ્હી: પેટ્રોલ ડીઝલની કીમતોને બજારના વિશ્વાસે છોડતી વખતે સરકારે વચન આપ્યું હતું કે કાચા તેલની ઓછી અને વધુ કીંમતોનો સીધો લાભ દેશની સામાન્ય જનતાને મળશે પરંતુ આટલા વર્ષો બાદ ફકત ઉલ્ટુ થયું છે.ગત વર્ષોમાં જે ઝડપી કાચા તેલનો ભાવ ધટયો છે તેટલી જ તેજી સાથે કેન્દ્ર અને રાજય સરકારોએ ટેકસ પેટ્રોલ અને ડીઝલ પર વધાર્યો છે. આજ કારણ છે કે ૨૨.૭ રૂયિાનું કાચુ તેલ દેશમાં ૯૧ રૂપિયાના ભાવેથી પેટ્રોલ અને ૮૩ રૂપિયા પ્રતિ લીટરથી ડીઝલ મળી રહ્યું છે.
દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં તેજીનું સૌથી મોટી કારણ રાજય અને કેન્દ્ર સરકારોના ટેકસ જ છે કેન્દ્ર સરકારે ૨૦૧૪થી ૨૦૨૦ સુધી ૧૩ વખત એકસાઇઝ ડયુટી વધારી ચુકી છે.પ્રતિ લીટર ૨૦૧૪માં પેટ્રોલ પર ૯.૪૫ રૂપિયાથી વધારી ૩૨.૯૮ અને ડીઝીલ પર ૩.૫૬ રૂપિયા વધારીને ૩૧.૮૩ રૂપિયા થઇ ચુકી છે.છ વર્ષમાં પેટ્રોલ પર ૩૩૫ કીમત અને ડીઝલ પર ૮૭૯ ટકા એકસાઇઝ ડયુટી વધી
દેશમાં સૌથી વધુ ટેકસ રાજસ્થાન સરકાર વસુલે છે.અહીં ૩૮ ટકા ટેકસ પેટ્રોલ અને ૨૮ ટા ડીઝલ પર લાગે છે મણિપુર બીજા તેલંગણા ત્રીજા અને કર્ણાટક ચોથા નબર પર આવે છે જયારે પાંચમા સ્થાન પર મધ્યપ્રદેશ છે ભોપાલમાં સૌથી મોંધુ પેટ્રોલ વેચાઇ રહ્યું છે તેનંું કારણ ટેકસ ઉપરાંત સેસ અને પેટ્રોલ પર ૪.૫૦ રૂપિયા અને ડીઝલ પર ૩ રૂપિયા વધારાનો કર પણ સામેલ છે લક્ષ્યદ્રીપ એવો પ્રદેશ છે
જયાં પેટ્રોલ ડીઝલ પર કોઇ ટેકસ નથી એટલું જ નહીં અલગ અલગ શહેરોમાં પણ ભાવમાં અંતર હોય છે કારણ કે તેમાં ઓઇલ ડેપોનું ભાડુ પણ અલગથી જાેડાય છે.ડીઝલના ભાવમાં રાજસ્થાન ૮૩.૦૬ની સાથે ટોચ પર છે બીજા નંબરે ૮૧.૭૨ની સાથે મધ્યપ્રદેશ પેટ્રોલના ભાવમાં મધ્યપ્રદેશ ૯૧.૫૪ની સાથે ટોચ પર બીજા નંબર પર ૯૧.૦૯ની સાથે રાજસ્થાન