Western Times News

Gujarati News

દેશમાં બસ દુર્ઘટનાઓ વધી, એક વર્ષમાં 10,000 લોકોનાં મોત

મંત્રાલયે કહ્યું, ‘ડ્રાઈવરો કરી રહ્યા છે ભૂલ’

કેન્દ્રીય સરકારના એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ ૨૦૨૨માં વાહનોએ કાબૂ ગુમાવાના કારણે ૨,૦૫૯ જેટલું દુર્ઘટનાઓ સર્જી

નવી દિલ્હી,કેન્દ્રીય સરકારના એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ ૨૦૨૨માં વાહનોએ કાબૂ ગુમાવાના કારણે ૨,૦૫૯ જેટલું દુર્ઘટાઓ સર્જા. જ્યારે ગત વર્ષે આ આંકડો ૧૯,૪૭૮ હતો. જેમાં ઓવરસ્પિડમાં સૌથી વધુ અકસ્માત થયાં હોવાનું સામે આવ્યું છે. દેશમાં બસ દુર્ઘટનાઓ વધી રહી છે, તેવામાં એક વર્ષમાં આશરે ૧૦ હજાર જેટલા લોકોના મોત થયા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

ખતરનાક રસ્તાઓ, મોટા વાહનો, અયોગ્ય ડ્રાઈવરો અને ઓવરલોડિંગના કારણે ઉત્તરાખંડના અલ્મોડામાં બસ અકસ્માતમાં ૩૬ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટના આપણા દેશમાં માર્ગ સલામતીની મૂળભૂત ખામીઓ અને નબળાઈઓ તરફ ધ્યાન દોરે છે. બસો અવારનવાર અકસ્માતનો ભોગ બને છે અને આ સંખ્યા વધી રહી છે.માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે, ૨૦૨૨માં ડ્રાઇવરો દ્વારા તેમના વાહનો પરનો કાબૂ ગુમાવવાથી થતા અકસ્માતોની સંખ્યામાં પાંચ ટકાથી વધુનો વધારો થયો છે.

આવા અકસ્માતોમાં ૯,૮૬૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૨૦૨૩ના આંકડા આવતા સપ્તાહે જાહેર થવાની ધારણા છે, ત્યારે આ સંખ્યામાં દસ ટકાનો વધારો થયો છે.મંત્રાલય અકસ્માતોના આ કિસ્સાઓને રન ઓફ ધ રોડ શ્રેણીમાં રાખે છે, એટલે કે વાહન નિયંત્રણ ગુમાવાથી અકસ્માત સર્જા છે. જેમાં ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં ખાડાઓમાં પડી જવાથી પણ વાહનોનો અકસ્માત સર્જા છે. રોડ સેફ્ટી એક્સપર્ટ અનુરાગ કુલશ્રેષ્ઠનું કહેવું છે કે, અકસ્માતની દુર્ઘટના દુઃખદ છે, પરંતુ તેના કારણો એ જ છે જે અગાઉ પણ જાણવા મળ્યા હતા.

મોટાભાગના ડ્રાઇવરો સંપૂર્ણ પ્રશિક્ષિત નથી અને સામાન્ય સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવતું નથી.જો ઉત્તરાખંડમાં અકસ્માતનો ભોગ બનેલી બસમાં તેની ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા, તો તે સ્પષ્ટ છે કે આ બસના સંતુલન અને ગતિને અસર પડે. દરેક બસને બેઠક ક્ષમતા એટલે કે તેમાં ઉપલબ્ધ સીટોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી હોય છે. ઓવરલોડિંગ જેટલું વધારે છે, જોખમ વધારે છે. ૨૦૨૨માં બસને લઈને પાંચ હજારથી વધુ દુર્ઘટનાઓ સર્જા, જેમાં ૧૭૯૮ લોકોના મોત થયા. ઉત્તરાખંડની દુર્ઘટના પરથી જાણવા મળે છે કે, વાહન ચાલકને જોંકુ આવી જતા વાહન પર કાબૂ ગુમાવવાથી દુર્ઘટના સર્જા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.