દેશમાં બેરોજગારી દર ૭.૯૩ ટકાએ પહોંચ્યો: શહેરી વિસ્તારમાં બેકારી દર વધ્યો
નવીદિલ્હી, લોકડાઉન બાદ બેકારી દરમાં ઝડપથી ઘટાડો નોંધાયો હતો પરંતુ હવે તે ફરીવાર વધી રહી છે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી પ્રમાણે આ સમયે દેશમાં બેરોજગારી દર ૭.૯૩ ટકા થઇ ગયો છે ગ્રામ્ય ક્ષેત્રની સરખામણીએ શહેરી વિસ્તારમાં બેકારી દર વધારે છે.
હાલના સમયે શહેરી વિસ્તારમાં બેરોજગારી દર ૯.૬૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭.૧૩ ટકા થયો છે શહેરોમાં જુલાઇ મહિનાના અંત સુધીમાં બેરોજગારી દર ૧૦ ટકા નજીક હતો જેમાં થોડોક ઘટાડો આવ્યો હતો પરંતુ બેરોજગારી રાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ઘટીને ફરીથી વધતી જાેવા મળી રહી છે.
આ આંકડાઓ પ્રમાણે રાજધાની દિલ્હીમાં બેરોજગારી દર ૨૦.૩ સુધી પહોંચી ગઇ છે એટલે કે અહીં દર પાંચમો વ્યક્તિ નોકરી શોધી રહ્યો છે અને હરિયાણામાં ૨૪.૫ ટકા બેરોજગારી નોંધાઇ છે એટલે કે અહીં લગભગદ દર ચોથો વ્યક્તિ નોકરી શોધી રહ્યો છે પંજાબમાં પણ ૧૦.૪ ટકા લોકો પાસે કોઇ નોકરી નથી સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના જુલાઇના આંકડાઓ પ્રમાણે બિહારમાં બેરોજગારી દર ૧૨.૨ ટકા છે તો ઉત્તરપ્રદેશમાં ૫.૫ ટકા,છત્તીસગઢમાં ૯ ટકા,ગોવામાં ૧૭.૧,ગુજરાતમાં ૧.૯ હિમાચલ પ્રદેશમાં ૧૮.૬ જમ્મુ કાશ્મીરમાં ૧૧.૨ ઝારખંડમાં ૮.૮ ટકા અને ઉતરાખંડમાં ૧૨.૪ ટકા પશ્ચિમ બંગાળમાં ૬.૮ કેરળમાં ૬.૮ મધ્યપ્રદેશમાં ૩.૬ મહારાષ્ટ્રમાં ૪.૪ ઓરિસ્સામાં ૧.૯ ટકા પોડિચેરીમાં ૨૧.૧ ટકા રાજસ્થાનમાં ૧૫.૨ તમિલનાડુમાં ૮.૧ તેલંગણામાં ૯.૧ અને ત્રિપુરામાં ૧૬.૧ ટકા લોકો બેરોજગાર છે.
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક મંત્રાલય પણ લોકોને કુશળતા અને રોજગાર પુરા પાડવા પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ સીએમઆઇઇ તરફથી મળેલો ડેટા આ સાથે સુસંગત લાગતો નથી કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર લાખો યુવાનોને તેમના તમામ કેન્દ્રો દ્વારા કાર્યક્ષમ બનાવવામાં આવી રહ્યો છે જન શિક્ષણ સંસ્થા યોજના અંતર્ગત ૨૦૧૯-૨૦માં ૪.૧૦ લાખ લોકોને તાલીમ આપવામાં આવી છે કૃષિ ક્ષેત્રમાં રોજગાર વધારવા માટે ૩.૪૨ લાખ લોકોને ખાસ કૃષિ પધ્ધતચિઓ શીખવવામાં આવી છે.દેશમાં આઇટીઆઇ સંસ્થાઓની સંખ્યા લગરભગ ૧૫ હજાર પર પહોંચી ગઇ છે. તેની પાસે છેલ્લા પાંચ વર્ષમાં ૫૦૦૦ આઇટીઆઇ સંસ્થાઓ સ્થાપિત છે.HS