દેશમાં ભારે વરસાદથી વિવિધ રાજ્યોમાં૧૩૦થી વધુના મોત
નવી દિલ્હી : ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં ભારે વરસાદના કારણે હજુ સુધી ૧૩૦થી વધુ લોકોના મોત થયા છે. સાથે સાથે લાખો લોકોને પ્રતિકુળ અસર થઇ છે. મોટી સંખ્યામાં લોકો લાપતા દર્શાવવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સૌથી વધારે ઉત્તરપ્રદેશમાં ૯૫ લોકોના મોત થયા છે.
જ્યારે બિહારમાં ૩૦થી વધારેના મોત થયા છે. ભારે વરસાદના કારણે રેલવે અને પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઇ ગઇ છે.લખનૌથી પ્રાપ્ત અહેવાલ મુજબ . ઉત્તર પ્રદેશમાં પણ હાલત કફોડી બનેલી છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદના લીધે ૯૫થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી હોવાના કારણે સ્કુલ અને કોલેજાને બંધ રાખવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં છેલ્લા ચાર દિવસથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે જેથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. શહેરના જુના વિસ્તારોથી લઇને વીઆઈપી વિસ્તારોમાં જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં ૯૫થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. દેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ભારે વરસાદ થયો છે.
સામાન્યરીતે પહેલી સપ્ટેમ્બરથી મોનસુનની વાપસીનો ગાળો શરૂ થઇ જાય છે પરંતુ આ વખતે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદ જારી રહેવાની શક્યતા દેખાઈ રહી છે.પટણામાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે. પાટનગર પટણામાં હાલત કફોડી બનેલી છે. ચારેય બાજુ જળબંબાકારની Âસ્થતિ સર્જાયેલી છે.
મકાનો, સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. મંત્રીઓ અને નેતાઓના આવાસ પર પાણી ઘુસી ગયા છે. મુખ્યમંત્રી નિતિસ કુમારે કહ્યું છે કે, આવી સ્થિતિ કોઈના પણ હાથમાં નથી. ભારે વરસાદ જારી હોવાના કારણે હાલ સ્થિતિ સુધરવાના સંકેતો નથી. બિહારમાં ૩૦થી વધુ અને ઉત્તરપ્રદેશમાં ૯૫થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ૧૯૭૫માં અગાઉ પટણામાં આવી જ પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ વખતે પણ રાજેન્દ્રનગરમાં આવી જ સ્થિતિ સર્જાઈ છે. ૧૯૯૬-૯૭માં રાજેન્દ્રનગરમાં હોડીઓ ફરતી થઇ હતી. સમગ્ર શહેર એક મોટા સરોવરમાં ફેરવાઈ ગયા બાદ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજેન્દ્રનગર અને પાટલીપુત્ર કોલોની જેવા વિસ્તારમાં પુરનીસ્થિતિ છે.
જુદા જુદા વિસ્તારોમાં અટવાયેલા બાળકો અને સ્કુલી વિદ્યાર્થીઓને સુરક્ષિત ખસેડવામાં આવી ચુક્યા છે. યુપીમાં પણ આવી જ સ્થિતિ છે. ઉત્તરપ્રદેશમાં ચાર દિવસમાં જ ૯૫ લોકોના મોત થયા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. દેશભરમાં પુર અને ભારે વરસાદ વચ્ચે બચાવ ટુકડીઓ મદદમાં લાગેલી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), સેનાની ટુકડીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. નડીઆરએફની ટીમો અન્ય ટીમો સાથે મળીને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. રવિવારના દિવસે પણ એનડીઆરએફની ટુકડીઓ પટણા જિલ્લામાં સક્રિય રહી હતી. બિહારમાં હજુ સુધી ૪૯૪૫ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી ચુક્યા છે. શ્રેણીબદ્ધ ટ્રેનો રદ કરવામાં આવી છે. કોલકાતાથી અમૃતસર તરફ જતી અકાલતખ્ત એક્સપ્રેસને રદ કરી દેવામાં આવી છે. હાવડાથી અમૃતસર જતી ટ્રેન પણ રદ કરાઈ છે.