દેશમાં મોદીની લહેર, કોંગ્રેસનો સફાયો થઈ જશેઃ રૂપાણી
(એજન્સી)ગાંધીનગર, ગઈકાલ શનિવારે લોકસભાની સાતમા તબક્કાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જાહેર થયેલા એÂક્ઝટ પોલમાં તમામ એજન્સીઓએ ભાજપને ત્રીજીવાર સરકાર બનાવી રહી હોય તેવો પોલ દર્શાવ્યો છે. આ એÂક્ઝટ પોલ ઉપર ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને પંજાબના પ્રભારી વિજય રૂપાણીએ કહ્યું કે, દેશમાં મોદીની લહેર છે. કોંગ્રેસનો સફાયો થઈ જવાનો છે.
વિજય રૂપાણીએ કહ્યું કે, અત્યાર સુધીના જાહેર થતા એÂક્ઝટ પોલમાં અલગ અલગ મત રજૂ થતો હતો. પરંતુ આ વખતે રજૂ થયેલા તમામ એÂક્ઝટ પોલમાં ભાજપને ૩૫૦થી વધુ બેઠકો મેળવતા હોવાનુ દર્શાવવામાં આવ્યુ છે. જે સાબિત કરે છે કે, મોદીના નેતૃત્વમાં ભાજપ-એનડીએની ત્રીજીવાર સરકાર રચાઈ રહી છે.
ગુજરાતમાં ચૂંટણી સમયે બે ચાર બેઠકો ઉપર વાતાવરણ બન્યું હતું.
સ્પર્ધા પણ સારી થઈ હતી. પરંતુ આ દેશની ચૂંટણી છે. તેમાં ઉમેદવાર ગૌણ થઈ જાય છે, દેશના મુદ્દા જ હાવી રહે છે. દેશમાં જે રીતે મોદી સરકારનું કામ છે તે જોતા ગુજરાતમાં ૨૫ બેઠકો પર ભવ્ય જીત થશે.
ઈન્ડિયા એલાયન્સ ૨૯૫ના દાવા અંગે વિજય રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. જનતાએ પણ કોંગ્રેસ પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. કોંગ્રેસના રહ્યાં સહ્યા નેતા પણ તેમના નેતૃત્વ પર વિશ્વાસ નહી રાખે. તેઓ ભલે દાવો કરે પણ ૧૦૦ બેઠકો પણ તેમને નહી મળે તેમ વિજય રૂપાણીએ કહ્યું હતું.