દેશમાં મ્યૂટન્ટ XE હાજર નથી, જીનોમ સિક્વેન્સિંગમાં આ વેરિયન્ટની પુષ્ટિ ન થઈ: સ્વાસ્થ્ય મંત્રાલય
નવી દિલ્હી, દેશમાં કોરોનાના નવા XE વેરિયન્ટની એન્ટ્રીના દાવાએ હેલ્થ મિનિસ્ટ્રીએ નકારી દીધો છે. ગ્રેટર મુંબઈ નગર નિગમે બુધવારે નવા વેરિયન્ટની જાણકારી આપી હતી. મંત્રાલય પ્રમાણે, જે મહિલા XE વેરિયન્ટથી સંક્રમિત મળી આવી હતી તે ફુલ્લી વેક્સિનેટેડ છે અને તેનામાં કોઈ એસિમ્પ્ટોમેટિક લક્ષણ નથી.
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, ભારતમાં જીનોમ સિક્વન્સિંગનું નિયમન કરનારી સંસ્થા INSACOGના એક્સપર્ટ્સે ટેસ્ટ સેમ્પલની ફાસ્ટ ક્યૂ ફાઇલ્સનું એનાલિસિસ કર્યું. એને આધારે જાણકારી સામે આવી છે કે આ વેરિયન્ટનું જીનોમ XE વેરિયન્ટ સાથે મળતું નથી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે હાલ જે પુરાવા મળ્યા છે એના આધારે સેમ્પલમાં XEની હાજરી જોવા મળી નથી. મંત્રાલયે મુંબઈમાં નવા વેરિયન્ટને લઈને ચાલી રહેલી મીડિયા રિપોર્ટ્સને નકાર્યા છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ નવા વેરિયન્ટના પહેલા કેસ અંગે સ્પષ્ટતા કરી છે. ટોપેએ કહ્યું હતું કે અમે સેમ્પલને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (NIV)ને તપાસ માટે મોકલી દીધા છે. હજુ સુધી ત્યાં આ બાબતની પુષ્ટિ થઈ નથી.
ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે જણાવ્યું હતું કે જીનોમ સિક્વન્સિંગ હેઠળની 11મી કસોટીનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાં નવા વેરિયન્ટની પુષ્ટિ કરવામાં આવી છે. 230 સેમ્પલ્સનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એમાંથી 228 ઓમિક્રોન વેરિયન્ટ, એક XE વેરિયન્ટ અને એક કપ્પા વેરિયન્ટના કેસ મળ્યા.