દેશમાં લોકશાહી મરી રહી છે, RSS સંસ્થાઓને બરબાદ કરી રહ્યુ છે : રાહુલ ગાંધી
નવીદિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યુ છે કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ રહ્યુ છે. ભાજપ અને આરએસએસ ડેમોક્રેસીને ખતમ કરી રહ્યા છે. તમિલનાડુના થુથુકડીમાં રાહુલ ગાંધીએ એક જનસભામાં એ વાત કહી છે. રાહુલ ગાંધીએ અહીંના વીઓસી કૉલેજ મેદાનમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આરએસએસ અને કેન્દ્ર સરકારને જાેરદાર નિશાના પર લીધા હતાં
તેમણે કહ્યુ કે લોકતંત્ર ઝટકાથી નથી મરતુ, તે ધીમે ધીમે ખતમ કરવામાં આવે છે કે જે આજે થઈ રહ્યુ છે. રાહુલ ગાંધીએ અહીં કહ્યુ કે સંસ્થાઓ વચ્ચે સંતુલન બગડે તો દેશમાં અસંતુલન પેદા થાય છે. છેલ્લા ૬ વર્ષોથી બધી સંસ્થાઓ પર વ્યવસ્થિત રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે. ભારતમાં લોકતંત્રને મારવામાં આવી રહ્યુ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આપણા દેશની સંસ્થાઓના સંતુલનને બગાડી અને બરબાદ કરી રહ્યુ છે.
રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ અહીં મહિલાઓને અનામતની પણ તરફેણ કરી છે. રાહુલે કહ્યુ કે હું મહિલા અનામતનુ સંપૂર્ણપણે સમર્થન કરુ છુ. માત્ર સંસદ જ નહિ પરંતુ ન્યાયપાલિકામાં પણ મહિલાઓને અનામત હોવી જાેઈએ. રાહુલ ગાંધીએ કહ્યુ કે ભારતીય પુરુષોએ પણ પોતાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. તેમણે મહિલાઓને સમાનતાની નજરથી જાેવી જાેઈએ.
તેમણે કહ્યું કે મોદી સરકાર બંધારણીય સંસ્થાઓને બરબાદ કરી રહી છે તેને કારણે લોકોને સંસદ અને ન્યાયપાલિકા પર વિશ્વાસ રહ્યો નથી રાહુલે કહ્યું કે હું ભ્રષ્ટ્ર નથી આથી ભાજપ મારાથી ડરે છે. તેમણે કહ્યું કે મોદી સરકાર ઇડી અને સીબીઆઇનો ભરપુર ઉપયોગ કરી રહી છે
વિરોધીઓને તેનાથી ડરાવવામાં આવે છે ભાજપ અને આરએસએસ દેશના સેકયુલર માળખા પર હુમલો કરી રહ્યાં છે આ ફકત બંધારણ જ નહીં આપણા ઇતિહાસ અને સંસ્કૃતિ પર પણ હુમલો કરી રહ્યાં છે તેની વિરૂધ્ધ આપણે બદાએ મળી લડવાની જરૂર છે
તેમણે વડાપ્રધાન પર કટાક્ષ કરતા કહ્યું કે સવાલ એ નથી કે વડાપ્રધાન ઉપયોગી છે કે બેકાર છે સવાલ એ છે કે તે કોના માટે ઉપયોગી છે વડાપ્રધાન ફકત બે લોકો માટે ઉપયોગી છે અને તે છે હમ દો અમારે દો જાે કે તેમનો ઉપયોગ પોતાની દોલત વધારવા માટે કરી રહ્યાં છે જયારે ગરીબો માટે વડાપ્રધાન મોદી બેકાર છે એ યાદ રહે કે રાહુલ ગાંધીનો ઇશારો અંબાણી અને અદાણી તરફ હતો.
તેમણે કહ્યું કે ધર્મનિરપેક્ષતા આપણી સંસ્કૃતિ અને ઇતિહાસની બુનિયાદી છએ આ દેશમાં ધર્મનિરપેક્ષતા પર હુમલો થઇ રહ્યો છે આરએસએસ અને ભાજપ તેનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ ફકત બંધારણ પર હુમલો નથી પરંતુ ઇતિહાસ અને સંસ્કૃતિ પર પણ હુમલો છે તેનો રોકવો જરૂરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના કિસાન આંદોલન કરી રહ્યાં છે પરંતુ મોદી સરકાર તેમની વાતો સાંભળવા માટે તૈયાર નથી મોદી સરકાર કૃષિ બિલ લાવીને ઉદ્યોગપતિઓનું ભલુ કરવા માંગે છે પરંતુ વાતો કિસાનનોના ભલાની અને તેમની આવક બે ગણી વધારવાની જ થાય છે કિસાનોએ કૃષિ કાનુનને ફગાવી દીધુ છે છતાં મોદી પોતાના અહંકારને કારણે કૃષિ ક્ષેત્રને કોર્પોરેટર જગતને હવાલે કરવા માટે કિસાનોની માંગણીનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી તે દેશની કમનસીબી છે
કોંગ્રેસ સાંસદે વિદેશ નીતિને લઇ મોદી સરકારે ધેરી હતી રાહુલ ગાંધીએ કહ્યું કે ચીને ભારતના કેટલાક સ્ટ્રેટેજિક વિસ્તારો પર કબજાે કર્યો પહેલા તેમણે ડોકલામમાં આઇડિયાને ટેસ્ટ કર્યોે તેમણે જાેયુ કે ભારતે પ્રતિક્રિયા આપી નહીં તો તેમણે પોતાનો આઇડિયા લદ્દાખ અરૂણાચલ પ્રદેશમાં દોહરાવ્યો રાહુલે કહ્યું કે આ સરકારમાં દેવસાંગમં આપણી જમીન પાછી આપશે નહીં.
આ પહેલા રાહુલ ગાંધી ત્રણ દિવસીય તમિલનાડુ પ્રવાસ પર પહોંચ્ય હતાં તેઓ રાજયના તુતુકુડીમાં પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ભારતના પ્રવાસે છે. કેરળમાં તેમણે ઘણા દિવસ વીતાવ્યા, ત્યાં કોલ્લમ જિલ્લામાં માછીમારો સાથે સમુદ્રમાં માછલી પકડતા પણ તે જાેવા મળ્યા. આ દરમિયાન રાહુલ ગાંધી સમુદ્રમાં છલાંગ લગાવીને તરતા પણ દેખાયા. કેરળના ઘણા જિલ્લાઓનો પ્રવાસ કર્યા બાદ આજે શનિવારે રાહુલ ગાંધી તમિલનાડુના થુથુકડી પહોંચ્યા છે.
તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીનુ એલાન થઈ ચૂક્યુ છે. તમિલનાડુમાં ૬ એપ્રિલે મતદાન થવાનુ છે અને બીજી મેએ પરિણામોનુ એલાન થશે.