દેશમાં વધી રહી છે વાયરસથી સાજા થનારા દર્દીઓની સંખ્યા
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના મામલામાં વધારો છતાં તેનાથી ઠીક થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે કોરોના સંક્રમિતો અને આ બીમારીથી બહાર આવનારા લોકોની સંખ્યા વચ્ચે અંતર ખુબ ઓછું થઇ રહ્યું છે. હવે લગભગ નવ લાખ સક્રિય મામલા છે જયારે ૫૧ લાખથી વધુ લોકો આ બીમારીથી ઠીક થઇ ચુકયા છે.
દેશમાં કોરોૅના વાયરસ સંક્રમણના એક દિવસમાં ૮૦,૪૭૨ નવા મામલા સામે આવ્યા બાદ આજે દેશમાં સક્રમિતોની કુલ સંખ્યા વધી ૬૨ લાખથી વધુ થઇ ગઇ. જયારે સંક્રમત મુકત થનારા લોકોની સંખ્યા પણ ૫૧,૮૭,૮૨૫ થઇ ગઇ છે. જેથી સ્વસ્થ થવાનો દર ૮૩.૩૩ ટકા પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે આઠ વાગે જારી કરેલ નવા આંકડા અનુસાર દેશમાં સંક્રમિતોના કુલ મામલા વધી ૬૨,૨૫,૭૬૩ થઇ ગયા છે.જયારે ૧,૧૭૯ વધુ લોકોના મોત બાદ મૃતક સંખ્યા વધી ૯૭,૪૯૭ થઇ ગઇ છે. આંકડા અનુસાર દેશમાં હજુ ૯,૪૦,૪૪૧ દર્દીઓની કોરોના વાયરસની સારવાર ચાલી રહી છે જે કુલ મામલાના ૧૫.૧૧ ટકા છે દેશમાં કોરોના વાયરસથી મૃત્યુ દર ૧.૫૭ ટકા છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ અનુસાર દેશમાં ૨૯ સપ્ટેમ્બર સુધી કુલ ૭,૪૧,૯૬,૭૨૯ નમુનાની તપાસ કરવામાં આવી હતી તેમાંથી ૧૦,૮૬,૬૮૮ નમુનાની તપાસ મંગળવારે કરવામાં આવી હતી.HS