દેશમાં સતત આઠમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
નવીદિલ્હી: સતત આઠમા દિવસે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતાં અમદાવાદમાં પેટ્રોલની કિંમત ૮૬.૮૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૮૬.૧૭ રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયું છે. ગુજરાતમાં પ્રિમિયમ પેટ્રોલની કિંમત ૯૦ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. પેટ્રોલમાં ૨૫ પૈસા અને ડીઝલમાં ૨૭ પૈસાનો ભાવ વધારો થયો છે. જ્યારે પાવર પેટ્રોલનો ભાવ.૮૯.૬૬ એ પહોંચ્યો છે. સતત છેલ્લા આઠમા દિવસથી પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યાં છે. પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે. મંદીમાં મોંઘવારીએ માજા મૂકતા પ્રજા ત્રાહિમામ બની છે.
ભાવ વધારાનું કારણ નંબર – ૧ ઃ પેટ્રોલ ડીઝલની કિંમતો બેલગામ કેમ થઈ રહી છે, તેની પાછળ સરકારનો તર્ક છે કે ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી કાચા તેલનો ભાવ ૫૦ ટકા વધીને ૬૩.૩ ડોલરને પાર પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધી કાચા તેલ ૨૧ ટકા સુધી મોંઘુ થઈ ગયું છે. કેમ કે, દુનિયાભરમાં આર્થિક ગતિવિધિઓમાં સારી પ્રગતિ દેખાઈ રહી છે. જાેકે, આ કારણ પૂરતુ નથી. કેમ કે, ગત વર્ષે જાન્યુઆરીમાં કાચા તેલની કિંમતમાં આજની સરખામણીમાં બહુ જ સારું હતું. આમ છતાં લોકોને પેટ્રોલ ડીઝલ મોંઘું મળી રહ્યું છે.
કારણ નંબર-૨ ઃ પેટ્રોલ ડીઝલ મોંઘુ થવા પાછળ સૌથી મોટું કારણ એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ. ૨૦૨૦ની શરૂઆતમાં પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુ ૧૯.૯૮ રૂપિયા હતી, જે વધીને ૩૨.૯૮ રૂપિયા કરી દીધી છે. આ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ૧૫.૮૩ રૂપિયા પ્રતિ લીટરથી વધીને ૩૧.૮૩ રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે.
કારણ નંબર-૩ ઃ કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારો પણ પેટ્રોલ ડીઝલ પર ફછ્ વધાર્યું છે. દિલ્હી સરકારે જ પેટ્રોલ પર ફછ્ ૨૭ ટકાથી વધારીને ૩૦ ટકા કરી દીધું છે. જ્યારે કે ડીઝલ પર ફછ્ મે મહિનામાં ૧૬.૭૫ ટકાથી વધારીને ૩૦ ટકા કરી દીધું છે.
પરંતુ જુલાઈમાં ફરીથી ઘટાડીને ૧૬.૭૫ ટકા કરી દીધું હતું. પેટ્રોલની બેઝ પ્રાઈસ ૩૧.૮૨ રૂપિયા પ્રતિ લીટર છે. આવામાં કેન્દ્ર અને રાજ્યોનો ટેક્સ મિક્સ કરીને જાેવા જઈએ તો બેઝ પ્રાઈઝથી ૧૮૦ ટકાની નજીક ટેક્સ વસૂલે છે. આ રીતે સરકારો ડીઝલની બેઝ પ્રાઈસથી ૧૪૧ ટકા વેક્સ વસૂલી રહી છે.
રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને બાકી અન્ય બાબતો જાેડીને તેનો ભાવ લગભગ ડબલ થઈ જાય છે. તમે તમારા મોબાઈલમાં અને પોતાના શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત તમારા શહેરનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ આવી જશે.