દેશમાં સતત બીજા દિવસો કોરોનાના કેસમાં વધારો

નવીદિલ્હી, દેશમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણના મામલામાં ઉછાળો જાેવા મળ્યો છે શુક્રવારે એકવાર ફરી એક દિવસમાં કોરોના સંક્રમણના નવા મામલાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા શુક્રવારે ૯૬.૫૫૧ નવા મામલા સામે આવ્યા આ નવા મામલાની સાથે દેશમાં કોવિડ ૧૯ના દર્દીઓની સંખ્યા વધી ૪૫ લાખ ૬૨ હજારથી વધુ થઇ ગઇ છે.પરંતુ રાહતની વાત એ છે કે બીમારીથી ઠીક થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.આંકડા અનુસાર અત્યાર સુધી ૩૫ લાખ ૪૨ હજારથી વધુ લોકો ઠીક થઇ ચુકયા છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી શુક્રવારે સવારે જારી આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૦૯ લોકોના મોત નિપજયા છે જયારે મૃતકોની કુલ સંખ્યા ૭૬,૨૭૧ થઇ ગઇ છે. જેમાંથી ૯,૪૩,૪૮૦ લોકોની સારવાર ચાલી રહી છે ૩૫,૪૨,૬૬૪ લોકો સારવાર બાદ આ બીમારીથી બહાર આવી ચુકયા છે સંક્રમણના કુલ મામલામાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. આઇસીએમઆર તરફથી જારી આંકડા અનુસાર દેશભરમાં ૧૦ સપ્ટેમ્બર સુધી કુલ ૫,૪૦,૯૭,૯૭૫ નમુનાની તપાસ કરવામાં આવી છે જેમાં ગુરૂવારે એક દિવસમાં ૧૧,૬૩,૫૪૨ નમુનાની તપાસ કરવામાં આવી છે.HS