દેશમાં સરેરાશના ૮૧ ટકા વરસાદ, હજુ ચોમાસું બાકી
નવી દિલ્હી, ભારતમાં અત્યાર સુધીમાં પર્યાપ્ત વરસાદ વરસી ચુંક્યો છે અને હજુ પણ વરસાદી માહોલને કારણે વધુ વરસદા ત્રાટકી શકે છે. સામાન્ય રીતે, સરેરાશ ૮૮ સેમી વરસાદ ભારતમાં થાય છે પણ આ વખતે ત્રણ મહિનામાં ૭૪ સેમી વરસાદ વરસી ગયો છે એટલે કે કુલ ૮૧ ટકા વરસાદ વરસી ગયો છે. ચોમાસાની વિદાયને હજુ ૨૦ દિવસ બાકી છે ત્યારે વરસાદી માહોલ જામી રહ્યો હોવાથી સીઝનમાં વધુ વરસાદ થાય તેવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ.મૃત્યુંજય મહાપાત્રાના કહેવા પ્રમાણે ૩, ૯, ૧૩, ૧૯ અને ૨૪ ઓગસ્ટે લૉ પ્રેશર એરિયા સર્જાયું દરેક વખતે ઓડિશાથી શરૂ થઇને છત્તીસગઢ, મહારાષ્ટ્રથી થઈને તે ગુજરાત સુધી પહોંચ્યું હતું. આ ક્ષેત્ર જેમ જેમ આગળ વધ્યું દરેક વિસ્તારમાં લાંબા સમયગાળા સુધી વરસાદ વરસ્યો. લૉ પ્રેશર એરિયા વારંવાર સર્જાતા અને તેના મોનસૂનના ટર્મ સાથે સંપર્ક થતાં આ વખતે એકાએક ભારે વરસાદને બદલે અનેક કલાકો સુધી ઝરમર વરસાદનો ટ્રેન્ડ જોવા મળ્યો.
ઈન્ડિયન ઓશિયન ડાયપોલના નેગેટિવ(જ્યારે હિન્દ મહાસાગરના પૂર્વ છેડે સમુદ્રી સપાટીનું તાપમાન પશ્ચિમ છેડાની તુલનાએ વધારે ગરમ થઈ જાય છે) થવાની દક્ષિણ પશ્ચિમ મોનસૂન પર વિપરિત અસર થાય છે પણ પેસિફિક મહાસાગરમાં લાલ નીનાને કારણે સંભાવના છે કે સપ્ટેમ્બરમાં પણ સામાન્યથી વધુ વરસાદ પડશે. મોનસૂનની વિદાયની શરૂઆત રાજસ્થાનના પોખરણથી ૧૭ સપ્ટેમ્બરથી થશે અને ૧૫ ઓક્ટોબર સુધી તે સંપૂર્ણ દેશમાંથી વિદાય લઈ લેશે. ૩૬ સબ-ડિવિઝનમાંથી ૩૨માં અત્યાર સુધી સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ થયો છે. ફક્ત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ યુપી અને નાગાલેન્ડ-મિઝોરમ-ત્રિપુરામાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાયો.SSS