Western Times News

Gujarati News

દેશમાં સીબીઆરએનડી બંકર્સ લોન્ચ કરવામાં આવશે

અમદાવાદ, માનવ, પ્રાણીઓ અને કૃષિ જીવની આરોગ્ય સંભાળ, સલામતી અને સુરક્ષા માટે કામ કરતી માનવતાવાદી સંસ્થા સર્કલે આપત્તિ દરમિયાન માનવ જીવનની સલામતી અને સુરક્ષા માટે કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર ડિફેન્સ (સીબીઆરએનડી) બંકર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. સીબીઆરએનડી બંકર્સ સીબીઆરએનડી ડિફેન્સ રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે સર્કલના નેજા હેઠળનું ઓનલાઇન ટેલિમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ઓટીઆરઆઇ)નો એક વિભાગ છે.

સીબીઆરએનડી બંકર્સના લોન્ચિંગની જાહેરાત કરતાં, ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અને સોમચંદ ડોસાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ (એસડીસીટી)ના ડિવિઝન, સીબીઆરએનડી ડિફેન્સ રિસર્ચના ચેરમેન અને વરિષ્ઠ વૈજ્ઞાનિક રાગેશ એમ શાહે જણાવ્યું હતું કે અમે ભારતમાં પ્રથમ વખત સીબીઆરએનડી બંકર્સ અને મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરવાની જાહેરાત કરતા રોમાંચનો અનુભવ કરી રહ્યાં છીએ. અમે વિવિધ સરકારી વિભાગો સાથે મળીને બંકરોને માઇક્રો લેવલે ઉપલબ્ધ કરાવવા માટે કામ કરી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક જૈવિક રેડિયોલોજિકલ અને પરમાણુ આપત્તિની વાસ્તવિક કટોકટી સમયે સીબીઆરએનડી બંકર ઉપયોગી થઈ પડશે કારણકે અમે વરિષ્ઠ નાગરિકો, શારીરિક રીતે વિકલાંગ દિવ્યાંગો, મહિલાઓ, બાળકો માટે એસઓએસ સુરક્ષા અને ટેલિ-હેલ્થ સિસ્ટમ વિકસાવી છે, જેમાં વપરાશકર્તાઓએ કટોકટીના સમયે તાત્કાલિક સુરક્ષા અને તબીબી સહાય મેળવવા માટે એસઓએસ બટન દબાવવું પડશે. એસઓએસ સિસ્ટમની પુરતી જાણકારીને કારણે કટોકટી અથવા આપત્તિના સમયે પ્રતિસાદ આપવો સરળ બને છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાના અને મધ્યમ કદના બંકરોનું ઉત્પાદન ગુજરાતમાં થશે અને સમગ્ર વિશ્વમાં તેનું પરિવહન કરવામાં આવશે, જેમાંથી ૨૦ ટકા અમે જરૂર પડશે ત્યારે આપણા દેશ માટે અનામત રાખીશું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.