દેશમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો
નવી દિલ્હી, હાલના દિવસોમાં ભારતીય બજારોમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જાેવા મળી રહ્યો છે. મંગળવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જપર ફેબ્રુઆરી સોના વાયદાનો ભાવ ૦.૦૩ ટકા પ્રતિ ૧૦ ગ્રામ તૂટયો છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. માર્ચનો ચાંદીનો વાયદો પણ ૦.૨૨ ટકા પ્રતિ કિલોગ્રામ ઘટયો છે. શુક્રવારે મોટા ઘટાડા બાદ ગત સત્રમા; સોનાના ભાવમાં ૦.૭ ટકાની તેજી નોંધાઈ હતી.
બે હજાર સુધી ગબડ્યો હતો ભાવ – શુક્રવાર એટલે કે ૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ગોલ્ડનો ફેબ્રુઆરી વાયદા ભાવ ૨,૦૬૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ઘટીને ૪૮,૮૧૮ રૂપિયા પર પહોંચી ગયો હતો. આ ઉપરાંત સોમવારે પણ સોનાના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો હતો. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઘટાડો જાેવા મળ્યો છે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે ૨ લાખ રૂપિયાથી વધુ સોનું ખરીદવા પર આધાર નંબર અને પાન કાર્ડ જરૂરી કરી દીધા છે. ત્યારબાદ જ ભાવ ઘટવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાણો આજે શું છે સોનાના ભાવ – સ્ઝ્રઠ પર આજે ફેબ્રુઆરીના સોનાનો વાયદો ૧૪ રૂપિયા તૂટીને ૪૯,૩૨૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગયો. જ્યારે ચાંદીનો ભાવ ૧૫૫ રૂપિયા ઘટીને ૬૫,૪૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો. ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો પરંતુ ડૉલરની મજબૂતીથી તેજી ગાયબ થઈ ગઈ. સ્પોટ ગોલ્ડ ૦.૨ ટકા વધીને ૧૮૪૭.૯૬ ડૉલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી ૦.૮ ટકા વધીને ૨૫.૧૧ ડૉલર પ્રતિ ઔંસ થઈ ગઈ.
ભારતીય વાયદા બજારમાં સોના-ચાંદીનો ભાવ ઘટવાનું મોટું કારણ આંતરરાષ્ટ્રીય સ્તર પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો રહ્યો. બીજી તરફ અમેરિકન બોન્ડના યીલ્ડ વધવા અને ડૉલરના મજબૂત થવાથી પણ બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા છે.
સસ્તામાં સોનું ખરીદવાની સરકાર આપી રહી છે તક – નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર હાલમાં આપને સસ્તામાં સોનું ખરીદવાની તક આપી રહી છે. દસમી સીરીઝ હેઠળ રોકાણકારો ૧૧ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરીની વચ્ચે તેમાં રોકાણ કરી શકે છે. રિઝર્વ બેંકે એક ગ્રામ સોનાનો ભાવ ૫૧૦૪ રૂપિયા રાખ્યો છે. જાે કોઈ રોકાણકાર તેના માટે ઓનલાઇન અરજી કરે છ અને ડિજિટલ મોડમાં પેમેન્ટ કરવામાં આવે છે તો તેમને ૫૦ રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળશે.SSS