દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલા કરનાર વિરુદ્ધ કડક કાયદો બનાવવામાં આવે
ગોવાહાટી: આસામના હોજઈ જિલ્લાની એક હોસ્પિટલમાં એક કોરોના દર્દીના મોત બાદ પરિવારજનોએ સમગ્ર મેડિકલ જગત રોષે ભરાય તેવી હરકત કરી ઇંડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીયમંત્રી અમિત શાહને પત્ર લખીને માંગણી કરી હતી કે દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલા કરનાર વિરુદ્ધ કડક કાયદા બનાવવામાં આવે. આસામના હોજઈ જિલ્લાની એક હોસ્પિટલમાં એક કોરોના દર્દીના મોત બાદ પરિવારજનોએ સમગ્ર મેડિકલ જગત રોષે ભરાય તેવી હરકત કરી હતી. પરિવારજનોએ ભેગા મળી ડોકટરને ઢોર માર મારવામાં આવ્યો હતો.આઇએમએ લખ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં આવા બનાવો વધતાં જઈ રહ્યા છે.
આસામના હોજઈ જિલ્લાની એક હોસ્પિટલમાં એક કોરોના દર્દીના મોત બાદ પરિવારજનોએ એક ડોકટરને માર માર્યો. જેના પગલે ૈંસ્છ એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે ડૉક્ટર સેજ કુમાર પર થયેલા હુમલાની યોગ્ય તપાસ કરવામાં આવે. વધુમાં આ પત્ર લખવામાં આવ્યું છે કે આ ઘટના પર વધુ જલ્દી કાર્યવાહી કરવામાં આવે અને દેશના સ્વાસ્થ્ય કર્મીઓ પર થતાં હુમલા વિરુદ્ધ વધુ કડક કાયદાઓ બનાવવામાં આવે. કારણકે દેશમાં બની રહેલ આવી ઘટનાઓ એ હિંસક પ્રવૃત્તિ છે. છેલ્લા ઘણા વર્ષોથી આવા હુમલા સતત વધી રહ્યા છે. કોરોના મહામારીમાં બધા જ સ્વાસ્થ્ય કર્મીઓ ઊભા પગે દર્દીઓની સેવા કરી રહ્યા છે અને સ્વાસ્થ્યને લઈ આવતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
વધુમાં આગળ લખ્યું છે કે જાે દેશના સ્વાસ્થ્યકર્મીઓ પર આ રીતે હુમલા થતાં રહેશે તો તેઓ કામ કઈ રીતે કરશે? સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલા એ સમગ્ર દેશ માટે ખતરનાક ઘટના ગણી શકાય. ભારતમાં આવા હુમલા વિરુધ્ધ સખત કાયદાઓ બનાવવા જ પડશે. સાથે જ તેમણે માંગણી કરી છે કે હોસ્પિટલોને એક સુરક્ષિત સ્થળ તરીકે લેવામાં આવે. આ ઘટના બાદ ડૉક્ટરને માર મારનાર તમામ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી પકડી લેવામાંઆવ્યા છે.
અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકમાં બાબા રામદેવ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસો. અને ગુજરાત મેડિકલ એસો. દ્વારા બાબા રામદેવ વિરુદ્ધ અરજી અપાઈ છે. ગુજરાતમાં બાબા રામદેવના નિવેદનને લઈ ડૉક્ટરોમાં રોષ જાેવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ એલોપેથી પર આપેલા બાબા રામદેવના નિવેદનને લઈ સમગ્ર દેશના એલોપેથી ડૉક્ટરોએ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે અમદાવાદમાં બાબા રામદેવ વિરુદ્ધ આ પહેલી અરજી હોઈ શકે છે.