Western Times News

Gujarati News

દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન પ્રવેશ કરી રહ્યો છે

નવીદિલ્હી, વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને ૨૬.૫૮ કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં ૫૨.૫ લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે ૮.૧૭ અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.

સોમવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગએ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે ૨૬૫,૮૨૪,૫૨૧, ૫,૨૫૫,૪૫૬ અને ૮, ૧૭૨, ૦૫૯, ૦૮૨ છે. ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં દૈનિક કેસોમાં ઉતાર-ચઢાવ યથાવત છે.

દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન પ્રવેશ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ ૨૧ ઓમિક્રોનથી સંક્રમિતો મળી આવ્યા છે. વળી જાે આપણે દૈનિક કોરોનાનાં કેસની વાત કરીએ તો તેમા આજે પણ ઉતાર-ચઢાવ યથાવત છે.

જણાવી દઇએ કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮,૩૦૬ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીનાં કારણે ૨૧૧ લોકોનાં મોત થયા છે. મંત્રાલયે કહ્યું કે, હાલમાં સક્રિય કેસ ૯૮,૪૧૬ છે, જે ૫૫૨ દિવસમાં સૌથી ઓછા છે.

સક્રિય કેસો કુલ કેસનાં ૧% કરતા ઓછા છે, જે હાલમાં ૦.૨૮% છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી નીચો છે. દરમિયાન, છેલ્લા એક દિવસમાં ૮,૮૩૪ રિકવરી નોંધાયા સાથે, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને ૩,૪૦,૬૯,૬૦૮ થઈ ગઈ છે. અત્યારે રિકવરી રેટ ૯૮.૩૫ ટકા છે.

દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૯૪% છે, છેલ્લા ૬૩ દિવસથી ૨% કરતા ઓછો છે અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ છેલ્લા ૨૨ દિવસથી ૧% થી ઘટીને ૦.૭૮% છે.

દેશમાં અત્યાર સુધીમાં ૧,૨૭,૯૩,૦૯,૬૬૯ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે, જેમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૨૪,૫૫,૯૧૧ લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૮,૮૬,૨૬૩ લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, વિશ્વમાં ઓમિક્રોનનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે ભારતમાં ત્રીજી લહેરની આવવાની સંભાવનાઓ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.