દેશમાં ૧૦૦ કરોડ વેક્સિનેશન થયું તે એક નવા ભારતની શરૂઆત છે
નવી દિલ્હી, શુક્રવારે સવારે ૧૦ વાગ્યે દેશને સંબોધિત કરતાં દેશવાસીઓને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, દેશમાં ૧૦૦ કરોડ વેક્સિનેશન થયું છે એ માત્ર એક આંકડો નથી. આ એક નવા ભારતની શરૂઆત છે. ભારતે અસાધરણ સિધ્ધિ હાંસલ કરી છે. અનેક પડકારો વચ્ચે ભારતે આ કરી બતાવ્યું છે. આગામી દિવસોમાં આવી રહેલ તહેવાર માટે દેશવાસીઓને શુભેચ્છા આપતાં તેમણે હજુ કોરોના મામલે તકેદારી રાખવા અપીલ કરી.
ભારતના વેક્સિનેશન અભિયાન અંગે ગર્વ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના મહામારીના શરૂઆતમાં એ આશંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી કે ભારત માટે આ મહામારી સામે લડવું કઠીન થઇ પડશે, અહીં કેવી રીતે કામ થશે, પરંતુ અમારા માટે લોકશાહીનો મંત્ર છે સૌનો વિકાસ, સૌનો સાથ.
ગામ હોય કે શહેર દેશનો એક જ મંત્ર રહ્યો કે જાે બિમારી ભેદભાવ નથી રાખતી તો સારવારમાં પણ ભેદભાવ ન હોય. કોઇ ગમે તેટલું અમીર કેમ ન હોય, પરંતુ એમને પણ વેક્સિન એક સામાન્ય વ્યક્તિની જેમ જ આપવામાં આવશે. આજે ભારતે આ મામલે અનોખી સિધ્ધિ મેળવી છે. દેશના ૧૦૦ કરોડ લોકોએ રસી લઇને સહકાર આપ્યો છે. જાે બધાનો સાથ મળ તે પરિણામ અનોખા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌરવ લેતાં કહ્યું કે, કોઇ દેશ માટે એક દિવસમાં એક કરોડ વેક્સિનેશન સરળ નથી. ભારતમાં વૈજ્ઞાનિક ઢબે રસીકરણ થયું છે. રસીકરણ અભિયાનમાં દરેક જગ્યાએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવાયો છે. જેના સારા પરિણામ મળ્યા છે.
દેશ વિદેશની વિવિધ એજન્સીઓ ભારતની અર્થવ્યસ્થાને લઇને સકારાત્મક છે. યુવાનો માટે રોજગાર માટે અવસરો આવી રહ્યા છે. સ્ટાર્ટ અપમાં પણ નવી ઉર્જા છે. હાઉસીંગ ક્ષેત્રે પણ નવા કામ થઇ રહ્યા છે.
ભારતની અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. કૃષિ ક્ષેત્રે પણ રેકોર્ડબ્રેક અનાજ ઉત્પાદન થઇ રહ્યું છે. ખેડૂતોની સ્થિતિ સુધરી રહી છે. બધી દિશામાં સકારાત્મક ગતિવિધિઓ તેજ બની રહી છે.
વોકલ ફોર લોકલ પર ભાર મુકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશમાં સ્થાનિક ઉત્પાદનો માટે એક નવો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. દેશમાં મેઇડ ઇન ઇન્ડિયાની વસ્તુઓનું મહત્વ વધી રહ્યું છે. દેશમાં એક નવી આશા, ઉમંગનો માહોલ છે.
કોરોના સામેનો જંગ હજુ પુરો થયો નથી એ સમજાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગત દિવાળી કરતાં આ વખતે તહેવારમાં ઉત્સાહનો માહોલ છે. પરંતુ હજુ તકેદારી રાખવી જરૂરી છે. સાથે મળીને જાે પ્રયાસ કરવામાં આવશે તો કોરોનાને જરૂરથી મ્હાત આપી શકાશે. માસ્ક સહિતની કાળજી રાખવા પર તેમણે ભાર મુક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના કાળ દરમિયાન દેશને ૯ વખત સંબોધિત કરી ચુક્યાં છે.SSS