દેશમાં ૧૦ ઓગસ્ટથી ૩ દિવસની હડતાલ પર રહેશે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા
નવીદિલ્હી, ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ૪ મુખ્ય માંગની સાથે ૧૦ ઓગસ્ટથી દેશ અને પ્રદેશમાં ૩ દિવસની હડતાલ રાખવાનું નક્કી કર્યું છે. એઆઈએમટીસી દિલ્હીના અધ્યક્ષ કુલતરણ સિંગ આટવાલ અને પ્રદેશ વેસ્ટ ઝોનના અધ્યક્ષ વિજય કાલરા સહિત દરેક પદાધિકારીની સહમતિ ચક્કાજામ કરીને હડતાલ નક્કી કરાઈ છે. એઆઈએમટીસીના પ્રદેશ ઉપાધ્યક્ષ અજય શર્માએ જણાવ્યું છે કે તમામ કાર્યકારીઓની સહમતિથી સભામાં આ ર્નિણય લેવાયો છે કે અમારા શાસન પ્રશાસને આપેલી ૪ માંગને માનવામાં નહીં આવે તો અમે સમસ્ત ટ્રાન્સપોર્ટ્સ ૧૦થી ૧૨ ઓગસ્ટ સુધી ૩ દિવસ માટે બંધ કરીશું, આ સાથે ટ્રાફિક જામ પણ કરીશું. ભોપાલ સહિત પ્રદેશમાં ૪-૫ લાખ ટ્રક, બસ સહિત તમામ નાના વ્યવસાયિક વાહન ચલાવી શકાશે નહીં.
કોરોનાથી જન્મેલી પરિસ્થિતિને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંકટમાં મૂકાયો છે. સવારી માટે પણ મુશ્કેલી થઈ રહી છે. બસ, ટ્રક, ટેક્સી, ટેમ્પો વગેરે ચાલી શકતા નથી. અનેક ટ્રાન્સપોર્ટર તો ગાડીઓ વેચવા મજબૂર બન્યા છે. ધંધા સાથે જોડાયેલા લોકો પહેલાંથી ઘરે બેઠા છે. નોકરીએ જાય છે તેમની પર પણ સંકટ છે. અનેક લોકોએ ગાડીઓ આરટીઓમાં મૂકી દીધી છે. જેથી રોડ ટેક્સ ન ભરવો પડે. રોડ ટેક્સ બચાવવાનો લાભ તેઓ ૩ મહિના સુધી લઈ શકે છે. પ્રયાગરાજ બસ ટૂર એન્ડ ટ્રાવેલ્સ વેલફેર એસોસિયેશનના અધ્યક્ષ સંજીત જયસ્વાલ કહે છે કે અમારી સામે મોટું સંકટ છે. એક તરફ ઉધાર લઈને કામ ચાલી રહ્યું છે. સરકારને રોડ ટેક્સમાં ૬ મહિનાની છૂટ આપવાની પણ માંગ કરી છે.