દેશમાં ૧૨૫ દિવસ બાદ સૌથી ઓછા કોરોના કેસ

Files Photo
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ મામલે રાહતના સમાચાર આવ્યા છે. ૧૨૫ દિવસ બાદ દેશમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ છે. આ ઉપરાંત ૨૪ કલાકમાં ૪૦૦થી ઓછા લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. એક દિવસનો મૃત્યુઆંક ૧૧૧ દિવસ પછી સૌથી ઓછો નોંધાયો છે. નોંધનીય બાબત છે કે ૧૬ દિવસમાં સોમવારે સૌથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૦,૦૯૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૭૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૧,૭૪,૩૨૨ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૧,૧૮,૪૬,૪૦૧ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં ૫૨.૬૭ લાખ લોકોને રસી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૦,૦૯૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૭૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૧,૭૪,૩૨૨ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૧,૧૮,૪૬,૪૦૧ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
એક દિવસમાં ૫૨.૬૭ લાખ લોકોને રસી આપવામાં આવી છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૩ લાખ ૫૩ હજાર ૭૧૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૫,૨૫૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૦૬,૧૩૦ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૧૪,૪૮૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૯ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૪,૭૩,૪૧,૧૩૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૭,૯૨,૩૩૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.