Western Times News

Gujarati News

દેશમાં ૨૦૧૯માં દરરોજ ૩૮૧ લોકોએ આત્મહત્યા કરી છે

નવીદિલ્હી, રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર ભારતમાં ૨૦૧૯માં દરરોજ ૩૮૧ લોકોએ આત્મહત્યા કરી આ રીતે આખા વર્ષમાં કુલ ૧,૩૯,૧૨૩ સોકોએ પોતાનો જીવ લીધો એનસીઆરબીના આંકડાઓ અનુસાર ૨૦૧૮ની તુલનામાં ૨૦૧૯માં આત્મહત્યાના મામલામાં ૩.૪ની વૃધ્ધિ થઇ છે.ગયા વર્ષે જયાં ૧,૩૯,૧૨૩ લોકોએ આત્મહત્યા કરી હતી તો ૨૦૧૮માં ૧,૩૪,૫૧૬ લોકોએ અને ૨૦૧૭માં ૧,૨૯,૮૮૭ લોકોએ આત્મહત્યા કરી હતી આત્મહત્યાના ૪૯.૫ ટકા કેસ માત્ર પાંચ રાજયમાં ૫૦.૫ ટકા કેસ ૨૪ રાજય અને ૭ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સામે આવ્યા છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં પ્રતિ એક લાખ વસ્તી પર આત્મહત્યાનો દર ૨૦૧૮ની તુલનામાં આ વર્ષે ૦.૨ ટકાનો વધારો નોંધાયો છે શહેરોમાં આત્મહત્યાનો દર ૧૩.૯ ટકા રહ્યો બીજી તરફ સમગ્ર દેશમા ંઆત્મહત્યાનો દર ૧૦.૪થી ઘણો વધારે છે ૨૦૧૭માં ૧, ૨૯,૮૮૭ જયારે ૨૦૧૮માં ૧, ૩૪,૫૧૬ આત્મહત્યા નોંધવામાં આવી હતી આત્મહત્યાનો દર (એક લાખની વસ્તી પર)માં પણ ૨૦૧૮ની તુલનામાં આ વર્ષે ૦.૨ ટકાની વૃધ્ધિ નોધાઇ છે.

દેશભરના રાજયોમાં આત્મહત્યાની કુલ ટકાવારી જાેઇએ તો મહારાષ્ટ્રમાં ૧૮,૯૧૬ આત્મહત્યા સામે ટકાવારી ૧૩.૬ રહી છે તમિલનાડુમાં ૧૩,૪૯૩, ટકાવારી ૯.૭ ટકા,બંગાળમાં ૧૨,૬૬૫ આત્મહત્યા અને ટકાવારી ૯.૧ છે જયારે મધ્યપ્રદેશમાં આત્મહત્યાનો આંકડો ૧૨,૪૫૭ છે જયારે ટકાવારી ૯ ટકા છે જયારે કર્ણાટકમાં આંકડો ૧૧,૨૮૮ અને ટકાવારી ૮.૧ ટકા છે.એનસીઆરબીના ડેટા મુજબ ૧૦૦ લોકોમાં ૭૦.૨ ટકા પુરૂષ અને ૨૯.૮ ટકા મહિલાઓએ આત્મહત્યા કરી ફાંસીથી ૫૩.૬ ટકા ઝેર ખાઇને ૨૫.૮ ટકા ડુબવાથી ૫.૨ ટકા અને આત્મદાહ કરીને ૩.૮ ટકા લોકોએ આત્મહત્યા કરી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.