દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧૦૮ લોકોનાં મોત નિપજયાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/Corona-1-scaled.jpg)
નવીદિલ્હી: દેશમાં હાલ કોરોના સામે જંગ જીતવા માટે મોટાપાયે રસીકરણ ચાલી રહ્યું છે. સરકારે તરફથી આજે એટલે કે શનિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે અત્યારસુધી દેશમાં ૧,૯૪,૯૭,૭૦૪ લોકોએ કોરોનાની રસી લીધી છે. કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૩૨૭ નવા કેસ નોંધાયા છે. તેની સામે ૧૪,૨૩૪ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦૮ લોકોનાં મોત કોરોનાથી થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી.
આ સાથે જ દેશમાં કોરોનાના અત્યારસુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા ૧,૧૧,૯૨,૦૮૮ થઈ છે. તેની સામે ૧,૦૮,૫૪,૧૨૮ લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી કુલ ૧,૫૭,૬૫૬ મોત થયા છે. હાલ દેશમાં કોરોનાના ૧,૮૦,૩૦૪ સક્રિય કેસ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૧૫ કેસ નોંધાયા છે. જેની સામે ૪૦૫ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં કુલ મૃત્યાંક ૪,૪૧૩ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૩૩ ટકા છે. અત્યાર સુધીમાં ૧૨,૩૭,૪૯૩ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને ૨,૯૦,૦૧૧ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં ૧૧૫, સુરતમાં ૧૧૦, વડોદરામાં ૧૦૩, રાજકોટમાં ૫૬, ગાંધીનગર, જૂનાગઢમાં ૧૨-૧૨, કચ્છમાં ૧૧, આણંદ-ખેડામાં ૯-૯ સહિત કુલ ૫૧૫ કેસ નોંધાયા છે. આજે ભાવનગર, બોટાદ, પાટણ, વલસાડ અને તાપી એમ કુલ ૫ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ મોત અમદાવાદમાં થયું છે.