Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬,૩૯૬ કેસ સામે આવ્યા

નવીદિલ્હી, દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત ઓછુ થઈ રહ્યું છે. તાજા આંકડાઓ મુજબ એક દિવસની અંદર સંક્રમણના ૬,૩૯૬ નવા કેસ સામે આવ્યા છે.

ત્યારબાદ કુલ કેસની સંખ્યા ૪,૨૯,૫૧,૫૫૬ થઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર એક્ટિવ કેસ ઘટીને હવે ૬૯,૮૯૭ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૧ દર્દીએ વાઈરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ મૃતકોની કુલ સંખ્યા ૫,૧૪,૫૮૯ પર પહોંચી ગઈ છે.

સતત ૨૫ દિવસથી ભારતમાં પ્રતિદિવસ એક લાખથી ઓછા કોવિડ ૧૯ના કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ૧૩,૪૫૦ લોકો રિક્વર થયા છે. હવે દેશમાં રિક્વરીનો કુલ આંકડો ૪,૨૩,૬૭,૦૭૦ થઈ ગયો છે. ત્યારે કુલ વેક્સિનેશન ૧,૭૮,૨૯,૧૩,૦૬૦ છે.

સરકાર મુજબ કોવિડ ૧૯ના દૈનિક કેસ હવે ૧૦ હજારથી ઓછા થઈ ગયા છે. સ્વાસ્થ્ય સંયૂક્ત સચિવ લવ અગ્રવાલે ગુરૂવારે જાણકારી આપી કે વૈશ્વિક સ્તર પર જાેઈએ તો છેલ્લા એક અઠવાડિયામાં ૧૫ લાખથી વધારે કેસ સામે આવ્યા છે. ત્યારે ભારતમાં જાન્યુઆરી મહિનામાં દરરોજ ૩ લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા હતા. હવે આ આંકડો ૯૬.૪ ટકાના હિસાબે ઓછા થઈ એક અઠવાડિયામાં ૧૧,૦૦૦ કેસો પર આવી ગયો છેHS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.