દેશમાં ૨૪ કલાકમાં રેકોર્ડ ૧.૨૬ લાખથી વધુ લોકો પોઝિટિવ મળી આવ્યા
નવીદિલ્હી: દેશભરમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. બુધવારે દેશમાં રેકોર્ડ ૧ લાખ ૨૬ હજાર ૨૬૫ લોકો પોઝિટિવ મળ્યા હતા. ગયા વર્ષે મહામારી શરૂ થઇ ત્યાર બાદ આ પહેલીવાર છે, જ્યારે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ નોંધાયા છે. આ અગાઉ ૬ એપ્રિલના રોજ એક જ દિવસમાં ૧.૧૫ લાખ લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા.આ ઉપરાંત બુધવારે ૬૮૪ દર્દીનાં મોત નીપજ્યાં હતાં અને ૫૯ હજાર ૧૨૯ લોકો સાજા થયા હતા. આ સાથે હવે કોરોના સંક્રમિતોની સંખ્યા ૧.૨૯ લાખને પાર થઈ ગઈ છે. એમાંથી ૧.૧૮ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૧.૬૬ લાખ દર્દી મૃત્યુ પામ્યા છે. ૯ લાખ ૫ હજાર દર્દી સારવાર લઈ રહ્યા છે.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સચિવ અને દેશના સૌથી મોટા વૈજ્ઞાનિક પ્રો. આશુતોષ શર્માએ કહ્યું છે કે કોરોનાના આ તબક્કાની ઝડપ પહેલા કરતા ઘણી વધારે છે. આનો અર્થ એ છે કે આ તબક્કામાં લોકોમાં સંક્રમણ ખૂબ જ વધુ ઝડપથી ફેલાય છે. આને રોકવા માટે, ફક્ત મોટા પાયે વેક્સિનેશન જ અસરકારક રહેશે. દેશની મોટાભાગની વસ્તીમાં વેક્સિનેશન પછી સંક્રમણની અસર ઓછી થવા લાગશે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના રસીનો બીજાે ડોઝ લીધો હતો. એઇમ્સ નવી દિલ્હીમાં વહેલી સવારે તેમણે કોવેક્સિનનો બીજાે ડોઝ લીધો હતો. પહેલો ડોઝ ૧ માર્ચે લીધો હતો. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી વખતે તેમણે અન્ય લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરી. તેમણે લખ્યું, ‘વેક્સિનેશન એ કેટલીક રીતોમાંનું એક છે, જેના દ્વારા કોરોનાને પરાજિત કરી શકાય છે, તેથી જાે તમે વેક્સિન લેવા માટેની પાત્રતા પૂર્ણ કરો છો, તો તરત જ વેક્સિન મુકાવો. વડાપ્રધાન મોદીએ પ્રથમ ડોઝ લગાવ્યાના ૩૭ દિવસ બાદ આજે કોરોનાની વેક્સિનનો બીજાે ડોઝ લીધો છે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગુરુવારથી નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે રાત્રે ૧૦થી સવારે ૮ વાગ્યા સુધી કોઈપણ જરૂરી કામ સિવાય બહાર નીકળી શકાશે નહીં મુંબઇમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે એક નવું સંકટ સામે આવ્યું છે. અહીં વેક્સિન લગભગ પૂરી થઈ ગઈ છે. મેયર કિશોરી પેડનેકરે કહ્યું- મુંબઈમાં વેક્સિનનો સ્ટોક લગભગ સમાપ્ત થવાની આરે છે. અમે તમામ સરકારી હોસ્પિટલોને વેક્સિનના બધા ડોઝ આપી દીધા છે. અમારી પાસે હવે માત્ર એક લાખ કોવેક્સિન બાકી રહી છે. અમે આ અંગે આરોગ્યમંત્રી રાજેશ ટોપે જીને પણ જાણ કરી છે.
ઉત્તરપ્રદેશમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના કુલપતિ સહિત ૩૮ ડોકટરો અને ૩ આરોગ્ય કાર્યકરો કોરોનાથી સંક્રમિત થયા છે. તમામને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. કેજીએમના પ્રવક્તા ડો.સુધીર કુમારે જણાવ્યું હતું કે વાઇસ-ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ ડો.બિપિન પુરીને બીજીવાર સંક્રમણ લાગ્યું છે. તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. તેમને તાવની ફરિયાદ છે.પંજાબ સરકારે ૩૦ એપ્રિલ સુધી રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દીધો છે. લોકો કોઈપણ જરૂરી કામ વગર રાત્રે ૯થી સવારે ૫ વાગ્યા સુધી ઘરની બહાર નીકળી શકશે નહીં. સરકાર દ્વારા કોઈપણ પ્રકારના કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
મધ્યપ્રદેશ સરકારે છત્તીસગઢ માટે બસસેવા ૧૫ એપ્રિલ સુધી બંધ કરી દીધી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી એઇમ્સે ૮ એપ્રિલથી કાયમી ધોરણે ઓપીડી બંધ કરી દીધી છે, એટલે કે દર્દીઓ હવે સીધા ચેકઅપ માટે પહોંચી શકશે નહીં.ઉત્તરાખંડની દેહરાદૂનની દૂન સ્કૂલમાં ૭ વિદ્યાર્થી અને ૫ શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ફોટો મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો છે. અહીં કોરોનાથી મરનાર લોકોના અંતિમ સંસ્કાર માટે જગ્યા ખૂટી પડી છે. જેને ધ્યાનમાં રાખતા એક સાથે અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.દિલ્હીમાં બુધવારે ૫,૫૦૬ નવા કેસ આવ્યા હતા. ૩,૩૬૩ દર્દીઓ સાજા થયા અને ૨૦ લોકોનાં મોત થયા હતા. અહીં અત્યાર સુધીમાં ૬.૯૦ લાખ લોકોને સંક્રમણની અસર થઈ છે, ૬.૫૯ લાખ લોકો સાજા થયા છે અને ૧૧,૧૩૩ લોકોએ જીવ ગુમાવ્યો છે.
હાલમાં ૧૯,૪૫૫ લોકોની સારવાર ચાલી રહી છે.મધ્યપ્રદેશમાં બુધવારે અહીં ૪,૦૪૩ નવા દર્દીઓ મળી આવ્યા હતા. ૨,૧૨૬ લોકો સાજા થયા, જ્યારે ૧૩ લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩.૧૮ લાખ લોકો સંક્રમણ ની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી ૨.૮૭ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૪,૦૮૬ લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, ૨૬,૦૫૯ લોકો સારવાર લઈ રહ્યા છે.પંજાબમાં બુધવારે અહીં ૨,૯૯૭ નવા દર્દીઓ મળી આવ્યા હતા. ૨,૯૫૯ સાજા થયા, જ્યારે ૬૩ મૃત્યુ પામ્યા છે