Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં ૨,૩૩૦ દર્દીનાં મોત નિપજયાં

નવીદિલ્હી: ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુની સંખ્યા ૩.૮૧ લાખને પાર પહોંચી ગઈ છે. રોજ નોંધાતા મૃત્યુઆંક બે હજારથી નીચે નથી નોંધાતા જે ચિંતાનું મોટું કારણ છે. બીજી તરફ, રાહતની વાત એ છે એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ૭૧ દિવસ બાદ એક્ટિવ કેસ ઘટીને ૮ લાખે પહોંચ્યા છે. આ ઉપરાંત દેશમાં કોરોના રિકવરી રેટ ૯૫.૯૩ ટકા થઈ ગયો છે

ગુરુવાર ૧૭ જૂને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૬૭,૨૦૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨,૩૩૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૭,૦૦,૩૧૩ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૬,૫૫,૧૯,૨૫૧ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૮૪ લાખ ૯૧ હજાર ૬૭૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧,૦૩,૫૭૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૮,૨૬,૭૪૦ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૮૧,૯૦૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૬ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૮,૫૨,૩૮,૨૨૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે બુધવારના ૨૪ કલાકમાં ૧૯,૩૧,૨૪૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.