Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં ૪૬ હજારથી વધુ નવા કેસ

નવીદિલ્હી, દેશમાં બુધવારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો ૮૩ લાખને પાર થઇ ગયો છે ગત ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૪૬,૨૫૪ નવા મામલા સામે આવ્યા છે આ સાથે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૮૩,૧૩,૮૭૭ થઇ ગઇ છે.જયારે કોરોનાથી ૫૧૪ નવા મોત થવાની સાથે જ મૃતકોનો આંકડો ૧,૨૩,૬૧૧ પર પહોંચી ગયો છે.ગત ચોવીસ કલાકમાં ૫૩,૩૫૭ લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે આ સાથે જ સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા ૭૬,૫૬,૪૭૮ થઇ ગઇ છે જયારે પાંચ લાખ ૩૩ હજાર ૭૮૭ લોકોની હજુ સારવાર ચાલી રહી છે.

ભારતમાં સાત ઓગષ્ટે સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખ ૨૩ ઓગષ્ટે ૩૦ લાખ અને પ સપ્ટેમ્બરે ૪૦ લાખને પાર કરી ગઇ હતી જયારે કુલ મામલા ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ,૨૮ સપ્ટેમ્બરે ૬૦ લાખ,૧૧ ઓકટોબરે ૭૦ લાખ અને ૨૯ ઓકટોબરે ૮૦ લાખને પાર ચાલી ગઇ હતી.

ભારતીય આયુર્વિજ્ઞાન પરિષદ અનુસાર ત્રણ નવેમ્બર સુધી કુલ ૧૧,૨૯,૯૮,૯૫૯ નમુનાની તપાસ કરવામાં આવી જેમાંથી ૧૨,૦૯,૬૦૯ નમુનાના પરીક્ષણ મંગળવારે કરવામાં આવ્યા છે. આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં ૫૧૪ લોકોના મોત નિપજયા છે જેમાં સૌથી વધુ ૧૨૦ મહારાષ્ટ્રના હતાં આ ઉપરાંત છત્તીસગઢના ૫૮,પશ્ચિમ બંગાળના ૫૬ દિલ્હીના ૪૮ તમિલનાડુના ૩૧ અને કર્ણાટક તથા કેરલના ૨૬- ૨૬ લોકો હતાં. મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધી ૧,૨૩,૬૧૧ લોકોના વાયરસથી મોત નિપજયા છે જેમાં સૌથી વધુ ૪૪,૨૪૮ લોકો મહારાષ્ટ્રના હતાં.

આ ઉપરાંત કર્ણાટરના ૧૧,૨૪૭, તમિલનાડુવના ૧૧,૨૧૪ ઉત્તરપ્રદેશના ૭,૦૮૯ પશ્ચિમ બંગાળના ૭,૦૧૩ આંધ્રપ્રદેશના ૬,૭૩૪ દિલ્હીના ૬,૬૫૨ પંજાબના ૪,૨૪૫ અને ગુજરાતના ૩,૭૩૧ લોકો હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.