Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં ૪૮૩ દર્દીઓએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: શુક્રવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૩૪૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૮૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૨,૯૩,૦૬૨ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૨,૩૪,૧૭,૦૩૦ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં ૫૪,૭૬,૪૨૩ લોકોને રસી આપવામાં આવી છે

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૨ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૫,૨૯,૩૯,૫૪૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરુવારના ૨૪ કલાકમાં ૧૬,૬૮,૫૬૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૪ કેસ નોંધાયા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૪ કેસ નોંધાયા છે.

દરમિયાન ૨૪ કલાકમાં ૫૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને ૯૮.૭૩ ટકા થયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧૦ હજાર ૭૬ થયો છે.

અમદાવાદ શહેરમાં ૫, વડોદરા શહેરમાં ૭, સુરત શહેરમાં ૫, અમરેલી ૬, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ૧-૧ કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ,આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.