Western Times News

Gujarati News

દેશમાં ૭૫ ટકા ટેલિકોમ ઉપકરણો ચીની કંપનીના

BSNL-MTNLનવા ટેન્ડરમાં મેકઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા નવી જોગવાઈ કરશે
નવી દિલ્હી,  વિશ્વસનીય સૂત્રોએ આપેલી સત્તાવાર માહિતી અનુસાર નવા ટેન્ડરમાં મેક ઈન ઈન્ડિયા અને ભારતીય ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે નવી જોગવાઈ કરાશે. ઉલ્લેખનીય છે કે બીએસએનએલ અને એમટીએનએલ પર સૌથી વધુ ચીની પ્રોડક્ટ ખરીદવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આદેશ આપ્યો હતો કે સરકારી કંપની ચીની કંપનીઓ પાસેથી સામાન ખરીદવાથી દૂર રહે. લગભગ ૭૫ ટકા ટેલિકોમ ઉપકરણો ચીનની બે પ્રમુખ કંપનીઓ ઝેડટીઈ અને હુવેઈ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા. અમેરિકાએ પણ મંગળવારે હુવેઈ અને ઝેડટીઈને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવી છે.

કેન્દ્ર સરકારના ટેલીકોમ મંત્રાલય તરફથી જાહેર કરાયેલાં આદેશમાં કહેવાયું હતું કે ૪જી ફેસિલિટીના અપગ્રેડેશનમાં કોઈ પણ ચાઈનીઝ કંપનીઓએ બનાવેલા ઉપકરણોનો ઉપયોગ કરવામા આવે નહીં. હવે ૪જી અપગ્રેડેશન માટેના ટેન્ડર નવેસરથી બહાર પાડવામાં આવશે. તમામ પ્રાઈવેટ સર્વિસ ઓપરેટરોને આદેશ આપવામાં આવ્યો છે કે ચાઈનીઝ ઉપકરણો પરની નિર્ભરતા ઝડપથી ઓછી કરે. આ પહેલાં એમટીએનએલ અને બીએસએનલે ૪જી નેટવર્ક માટે ચીની પાર્ટસનો ઉપયોગ નહીં કરવા નિર્ણય લીધો હતો.

આ સિવાય ચીનને ઝાટકો આપવા માટે રેલવે એ ૪૭૧ કરોડ રુપિયાના સિગનલિંગ પ્રોજેક્ટ રદ કર્યા હતા. આ સાથે જ એમએમઆરડીએ એ મોનોરેલ સાથે જોડાયેલી ચીનની બે કંપનીઓને ટેન્ડર રદ કર્યા હતા. આ સિવાય એમએમઆરડીએ એ ૧૦ મોનોરેલ રેક્સ બનાવવાની ટેન્ડરિંગ પ્રક્રિયા રદ કરી હતી. મેરઠ રેપિડ રેલનું ટેન્ડર ચીની કંપની પાસે હતું, તેને પણ રદ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે તલેગાંવમાં ગ્રેટ વોલનું ટેન્ડર રદ કર્યું હતું. હરિયાણા સરકારે ચીની કંપનીઓનો ૭૮૦ કરોડનો ઓર્ડર રદ કર્ય હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.