દેશમુખના આદેશ પર વઝેએ કરોડો રૂપિયા મુંબઈના બાર માલિકો પાસેથી વસૂલ્યા હતા
મુંબઇ, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખે એપીઆઇ (હવે સસ્પેંડેડ) સચિન વઝેને પોતાના પીએ કુંદન શિંદેને સહાદ્રી ગેસ્ટ હાઉસની બહાર રાજભવન નજીક બે અલગ-અલગ જગ્યાઓ પર ૪.૬ કરોડ રોકડ ભરેલી ૧૬ બેગ સોંપવા માટેના નિર્દેશ આપ્યા હતા. આ વાતનો ખુલાસો ઇડી તરફથી હાલમાં જ વિશેષ પીએમએલએ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં થયો છે. દેશમુખના કહેવા પર વઝેએ આ રૂપિયા શહેરના બાર માલિકો પાસેથી વસૂલ્યા હતા.
ચાર્જશીટમાં સચિન વઝેની સાથે ઈડીએ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને ચલાવતા ટ્રસ્ટ અને નવી મુંબઈની એક કંપનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક સો કરોડની સંપત્તિની માલિકી હક રાખનારી આ કંપનીની માલિકી દેશમુખના પરિવારના લોકો પાસે છે. આ સિવાય ઈડીએ દેશમુખના ખાનગી સચિવ સંજીવ પાલાંડે અને શિંદે સામે ચાર્જશીટ દાખલ કરી છે.
બંનેની ઇડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તે જેલમાં છે ઈડીએ કોર્ટને જણાવ્યું કે તેઓ અનિલ દેશમુખ અને તેના પરિવારના સભ્યો સામે તપાસ ચાલુ રાખી રહ્યા છે. તપાસ પૂર્ણ કર્યા પછી, તે તેની વિરુદ્ધ સપ્લીમેંટ્રી ચાર્જશીટ દાખલ કરશે. ઈડીએ કોર્ટને જણાવ્યું કે અનિલ દેશમુખ મહિનાઓથી ઈડીના સમન્સને ટાળી રહ્યા છે અને તેમને દેશ છોડતા અટકાવવા માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે.
ચાર્જશીટમાં એવું પણ કહેવામા આવ્યું છે કે અનિલ દેશમુખે શચિન વઝેને સેવામાં યથાવત રાખવા માટે તેની પાસે રૂપિયા ૨ કરોડની માંગ કરી હતી.
સચિન વઝે ફરી જાેડાવા બાબતે મહાવિકાસ અઘાડીના ઘણા નેતાઓ નારાજ હતા અને તેમને હટાવવાનો આગ્રહ રાખતા હતા. બાદમાં દેશમુખે સચિન વઝેને બાર માલિકો પાસેથી દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા હપ્તા માટેના વસૂલવા કહ્યું હતું. દેશમુખે ડીસીપી રાજુ ભુજબલ અને એસીપી સંજય પાટીલને પણ તેમના સત્તાવાર નિવાસસ્થાન પર બોલાવીને આ જ માંગ કરી હતી.
ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરી ૨૦૨૧માં અનિલ દેશમુખે સચિન વઝેને બોલાવી તેની પાસે જમા થયેલા ૧.૬ કરોડ રૂપિયાની પાંચ બેગ ભરીને તેમના પીએ કુંદન શિંદેને સહ્યાદ્રી ગેસ્ટ હાઉસની બહાર સોંપવા માટે કહ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે શિંદે દેશમુખની મર્સિડીઝ કારમાં રૂપિયા લેવા આવ્યો હતો.ત્યારબાદ ફેબ્રુઆરીમાં ફરી એક વખત દેશમુખે સચિન વઝેને બોલાવ્યો હતો અને અત્યાર સુધીમાં જમા રોકડ તેને આપવા માટે કહ્યું હતું. આ વખતે તેમણે રાજભવન સિગ્નલ પર મોકલ્યો અને તેને વઝે પાસેથી ૧૧ બેગ લીધા હતા. તેમાં લગભગ ૩ કરોડ રોકડ હતી.
ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમુખે આ રકમમાંથી કેટલાક રૂપિયા તેમના પુત્ર ઋષિકેશ દેશમુખ દ્વારા દિલ્હીની એક પેપર કંપનીમાં ટ્રાન્સફર કર્યા હતા અને બાકીના રૂપિયા દાનની આડમાં શ્રી સાંઈ શૈક્ષણિક સંસ્થા ટ્રસ્ટને મોકલવામાં આવ્યા હતા.
આ ટ્રસ્ટ દેશમુખ અને તેમના પરિવાર દ્વારા નિયંત્રિત છે. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રસ્ટનો ઉપયોગ ૨૦૧૩ થી ગેરકાયદેસર નાણાં વ્યવહાર માટે કરવામાં આવી રહ્યો છે? ઈડીએ કહ્યું કે ૧૩ કંપનીઓ એવી હતી જેના માલિક સીધા દેશમુખ પરિવારના લોકો જ હતા.
જ્યારે, માત્ર ૧૩ એવી કંપનીઓ હતી જે દેશમુખના મિત્રોના નામે હતી. ઈડ્ઢ એ સંપૂર્ણ ફ્લો ચાર્ટ બનાવીને બતાવ્યુ છે કે કેવી રીતે એક કંપનીમાંથી બીજી કંપનીમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઈડ્ઢ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ૧૪ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.HS