દેશમુખનું રાજીનામુ મહાવિકાસ અધાડીમાં ફુટની શરૂઆત છે
મુંબઇ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જિલેનિથી ભરેલી કાર મળવાના મામલામાં હટાવવામાં આવેલ મુંબઇ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના મહારાષ્ટ્રના ગૃહ મંત્રી પર લગાવવામાં આવેલ નાણાં વસુલીના આરોપો બાદથી રાજનીતી ઉથલપાથલ જારી છે. ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાના કારણે સત્તાધારી ગઠબંધન મહાવિકાસ અઘાડી એમવીએસ ખાસ કરીને રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીને સોમવારે ભારે ફજેતીનો સામનો કરવો પડયો દેશમુખનું રાજીનામુ મહાવિકાસ અઘાડીમાં ફુટ તરીકે જાેવામાં આવી રહ્યું છે આવામાં સવાલ એ ઉઠે છે કે શું મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર પોતાના પાંચ વર્ષ પુરા કરશે
બોમ્બે બાઇકોર્ટે દેશમુખની વિરૂધ્ધ ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઇ તપાસ કરાવવાનો આદેશ જારી કર્યો હતો.
ત્યારબાદથી એક તરફ એનસીપી દેશમુખને કેબિનેટથી હટાવવા ઇચ્છતુ ન હતું તો મહારાષ્ટ્રના મુખ્મંત્રી ઉદ્વવ ઠાકરેએ દેશમુખની વિરૂધ્ધ તપાસના આદેશ આપી દીધા. દેશમુખ મામલે તાલમેલની કમીથી સવાલ ઉઠી રહ્યાં છે કે શું સરકાર પાંચ વર્ષનો પોતાનો કાર્યકાળ પુરો કરશે કે પછી દેશમુખનું રાજીનામુ આ ગઠબંધનમાં ફુટની શરૂઆત છે.
ઉદ્વવ સરકારે દેશમુખ પર લગાવવામાં આવેલ આરોપોની તપાસ નિવૃત જજથી કરાવવાની જાહેરાત કરી હતી ત્યારે એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે હવે દેશમુખથી રાજીનામુ માંગવામાં આવશે આ નિષ્પક્ષ તપાસ માટે જરૂરી હતું આ સાથે જ લોકોની વચ્ચે એ સંદેશ પણ જશે કે રાજય સરકાર ભ્રષ્ટાચારના આરોપોને લઇ ગંભીર છે.
જાે કે એનસીપીનું વરિષ્ઠ નેતૃત્વ દેશમુખની વિરૂધ્ધ તાકિદે કોઇ કાર્યવાહી ઇચ્છતુ ન હતું જાે કે એ વાતને લઇ સહમતિ હતી ક બાદમાં દેશમુખને ગૃહ મંત્રાલયથી કોઇ અન્ય વિભાગમાં મોકલી દેવામાં આવશે પરંતુ આ દરમિયાન હાઇકોર્ટના આદેશે એનસીપીને મજબુર કરી દીધુ કે તે દેશમુખનું રાજીનામુ લઇ લે આવામાં રાજીનામુ લેવામાં પાર્ટી તરફથી થયેલ વિલંબે એનસીપી ખુબ ટીકા થઇ ૨૫ ફેબ્રુઆરીએ જયારથી મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટથી ભરેલી ગાડી મળી ત્યારથી એમવીએ સરકાર અને એનસીપી અલગ અલગ નજરે આવી રહી છે.
તેની શરૂઆત પોલીસ અધિકારી વાજને લઇ અલગ અલગ વલણથી સરકાર એટીલિયા કેસની તપાસ કરી રહેલ મુંબઇ ક્રાઇમ બ્રાંચના નિલંબિત પોલીસ અધિકારીને હટાવવામાં વિલંબ કરવાનું અને વાજેની ધરપકડ પર અલગ અલગ વલણ જાેવા મળ્યુ હતું. ઉદ્વવ સરકારની અંદર એક મતની કમી તે સમયે પણ જાેવા મળી જયારે મુંબઇ પોલીસ કમિશ્નર અને દેવેન્દ્ર ફડનવીસે અનિલ દેશમુખની વિરૂધ્ધ ભ્રષ્ટ્રાચારના આરોપ લગાવ્યો તેની પાછણ પણ કારણ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને એનસીપી નેતા શરદ પવારની વચ્ચે એકમત જ ન હતો ઠાકરે ઇચ્છતા હતાં કે એનસીપી દેશમુખને કેબિનેટમાંથી હટાવે જાે કે એનસીપી આમ ઇચ્છતુ ન હતું મહાવિકાસ અઘાડીમાં સાથી કોંગ્રેસ પણ રાજનીતિક ધમાસાન અને ખુદને મહત્વ ન આપવાથી નારાજ છે. કોંગ્રેસ નેતાએ સમગ્ર ઘટનાક્રમ પર કહ્યું કે આ ત્રણ પાર્ટીવાળી સરકાર છે. પરંતુ અમારો મત જાણવામાં આવ્યો નહીં આગામી સરકાર માટે મુશ્કેલ રહેશે