દેશમુખ અને વાઝે વચ્ચે વાતચીતના આરોપ ખોટા છે : દેશમુખ હોસ્પિટલમાં દાખલ થયા હતા : શરદ પવાર
નવીદિલ્હી: મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે અને ભાજપે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાત રજુ કરી અને ગૃહમંત્રી અનિલ દેશમુખનો બચાવ કર્યો. પરંતુ શરદ પવાર હવે પોતાના દાવા પર જ સવાલના ઘેરામાં આવી ગયા છે. ભાજપે અનિલ દેશમુખનો એક વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યા છે.
શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે અનિલ દેશમુખ અને સચિન વાઝે વચ્ચે વાતચીતના આરોપ ખોટા છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં અનિલ દેશમુખ હોસ્પિટલમાં દાખલ હતા. આવામાં ફેબ્રુઆરીમાં દેશમુખ અને સચિન વચ્ચે વાતચીતનો આરોપ ખોટો છે. પવારે આ દરમિયાન દેશમુખ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેની પરચી પણ બતાવી. શરદ પવાર બચાવ કરતા કહ્યું કે કોરોનાના કારણે ૫થી ૧૫ ફેબ્રુઆરી સુધી તેઓ નાગપુરની હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ ૧૬ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી તેઓ હોમ આઈસોલેટ હતા. તેમણે કહ્યું કે સ્પષ્ટ છે કે આરોપ ખોટા છે. આવામાં અનિલ દેશમુખના રાજીનામાનો સવાલ ઉઠતો નથી. પરમબીર સિંહના આરોપોથી મહાવિકાસ આઘાડી સરકાર પર કોઈ અસર પડશે નહીં.
શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપે તેના દાવાને ખોટા ગણાવ્યા અને ભાજપના આઈટી સેલના રાષ્ટ્રીય સંયોજક અમિત માલવીયએ દાવા પર સવાલ ઉઠાવ્યા. તેમણે અનિલ દેશમુખનો એક વીડિયો રિટ્વીટ કર્યો. જેમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. અમિત માલવીયએ આરોપ લગાવ્યો કે ‘શરદ પવારનો દાવો છે કે અનિલ દેશમુખ ૫-૧૫ ફેબ્રુઆરી હોસ્પિટલમાં અને ૧૬-૨૭ ફેબ્રુઆરી હોમ આઈસોલેશનમાં હતા. પરંતુ અનિલ દેશમુખ ૧૫ ફેબ્રુઆરીએ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા.’
અમિત માલવીયએ સવાલ ઉઠાવ્યા બાદ અનિલ દેશમુખે સ્પષ્ટતા કરવી પડી. તેમણે કહ્યું કે મને કોરોના થયો હતો અને આ કારણસર નાગપુરની અલેક્સિસ હોસ્પિટલમાં ૫ ફેબ્રુઆરીથી લઈને ૧૫ ફેબ્રુઆરી સુધી એડમિટ હતો. ૧૫મીએ જ્યારે મને ડિસ્ચાર્જ કર્યો ત્યારે હું હોસ્પિટલથી ઘરે જવા માટે નીચે આવ્યો અને હોસ્પિટલ બહાર પત્રકારોને મળ્યો. ઘરે આવીને હું ૨૭ ફેબ્રુઆરી સુધી હોમ ક્વોરન્ટાઈન થયો હતો અને ૨૮ ફેબ્રુઆરીએ ઘરની બહાર નીકળ્યો.
આ બાજુ મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલા પોતાના પત્રમાં લગાવેલા આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમણે પોતાની અરજીમાં કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગણી કરી છે.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનો આરોપ છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ ઈચ્છતા હતા કે પોલીસ અધિકારી બાર અને હોટલમાંથી દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલી કરે. આરોપો બાદ દિલ્હીમાં શરદ પવારના ઘર પર એનસીપીની બેઠક થઈ. જેમાં એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ, અજિત પવાર, સુપ્રીયા સુલે અને જયંત પાટીલ સામેલ થયા. બેઠક બાદ શરદ પવારે કહ્યું કે પરમબીર સિંહના પત્રમાં લગાવેલા આરોપ ગંભીર જરૂર છે
પરંતુ તેમા કોઈ પૂરાવા આપવામાં આવ્યા નથી. આ આરોપોની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે અને ઉદ્ધવ ઠાકરે તે અંગે અંતિમ ર્નિણય લેશે.જયારે એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે તપાસ બાદ જ સચ્ચાઇ સામે આવશે અને ત્યાં સુધી દેશમુખના રાજીનામાનો સવાલ ઉઠશો નથી મલિકે કહ્યું કે સૌથી પહેલા તો માહિતી લગાવવી જાેઇએ કે આખરે પરમબીરસિંહે પોતાની બદલી બાદ આ પત્ર કેમ લખ્યો મુંબઇ પોલીસ કમિશ્નર પદેથી હટાવવામાં આવ્યા બાદ હવે આઇએએસ અધિકારી પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે.પરમબીરસિંહે પોતાની બદલી હોમગાર્ડ વિભાગમાં કરવાને લઇ સુપ્રીમમાં અરજી દાખલ કરી છે કેટલાક રિપોટ્ર્સમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં એ પણ કહ્યું છે કે તેમણે જે પણ આરોપ લગાવ્યો છે તેની સીબીઆઇ પાસે તપાસ કરાવવામાં આવે