દેશવાસીઓને મફતમાં વેકસીન મળવી જાેઇએ : રાહુલ ગાંધી
નવીદિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના સંકટની વચ્ચે એકવાર ફરી ભાજપ પર પ્રહાર કર્યા છે.તેમણે ભાજપની ટીકા કરતા કહ્યું કે તે ભરતને પોતાની સિસ્ટમની પીડિત ન બનાવે તેમણે એ પણ કહ્યું કે દેશમાં બધાને મફત વેકસીન મળવી જાેઇએ
પૂર્વ અધ્યક્ષે આજે ટ્વીટ કર્યું કે ચર્ચા ખુબ થઇ ગઇ દેશવાસીઓને વેકસીન મફત મળવી જાેઇએ વાત પુરી ભારતને ભાજપ સિસ્ટમની પિડીત ન બનાવે રાહુલ ગાંધીનું આ ટ્વીટ એવા સમયે આવ્યું છે જયારે દેશમાં કોરોના વેકસીનની કીમતોને લઇ ચર્ચા છે એક મેથી સરકારે ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોરોના વેકસીન લગાવવાની જાહેરાત કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં કોરોનાનો સામનો કરવામાં મોદી સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. દેશમાં ન તો વેકસીન છે ન તો ઓકસીજન છે અને ન તો હોસ્પિટલોમાં બેડ ખાલી છે અને મોદી સરકાર માત્ર નિવેદનબાજી કરી રહી છે પ્રજાને નિવેદનબાજીની નહીં વેકસીનની જરૂર છે ઓકસીજનની જરૂર છે. મોદી સરકારની નિષ્ફળતાને કારણે કોરોનાનો કહેર વધ્યો છે અને મજુરો પોતાના વતન તરફ પલાયન કરી રહ્યાં છે મોદી સરકારે મજુરોને મદદ માટે પ્રયાસો કરવા જાેઇએ અને તેમને પૈસા આપવા જાેઇએ