Western Times News

Gujarati News

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનસ ભયંકર વાયરસની ઝપેટમાં

નિક જોનસે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ તેના બેન્ડ સાથે મેક્સિકોના અલગ-અલગ શહેરોમાં પરફોર્મ કરવાના હતા

મુંબઈ,પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ તેના બેન્ડ સાથે મેક્સિકોના અલગ-અલગ શહેરોમાં પરફોર્મ કરવાના હતા. પરંતુ ગાયકે તેના આગામી તમામ શો કેન્સલ કરી દીધા છે. નિકે શો કેન્સલ થવા પાછળનું કારણ સમજાવતો એક વીડિયો શેર કર્યો છે. તેણે પોતાના વીડિયોમાં જણાવ્યું કે તેને ઈન્ફલ્યુએન્ઝા-એથી ચેપ લાગ્યો છે. આ વાયરસના કારણે તેના નાક અને અવાજ પર પ્રતિકૂળ અસર થઈ છે જેના કારણે તે પરફોર્મ કરી શકતો નથી.

નિક જોનસ તેના વીડિયોમાં કહે છે, ‘હાય મિત્રો. હું ઈન્ફલ્યુએન્ઝા-એ ના ભયંકર રોગ સામે લડી રહ્યો છું. આ વાયરસ ખૂબ ફેલાઈ રહ્યો છે અને હું અત્યારે ગાવા માટે સક્ષમ નથી. અમે હંમેશા તમને લોકોને શ્રેષ્ઠ શો આપવા માટે સક્ષમ બનવા માગીએ છીએ અને હું અત્યારે મેક્સિકોમાં આ શો માટે તે કરી શકું તેવી સ્થિતિમાં નથી.

ઈન્ફલ્યુએન્ઝા-એ એક પ્રકારનો વાયરસ છે જે પક્ષીઓ અને માણસોમાં ફેલાય છે. આ સામાન્ય શરદી અને ઉધરસનું ખતરનાક સ્વરૂપ છે જે આંખો, નાક અને ગળાને સીધી અસર કરે છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ વાયરસની ગંભીરતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે કોવિડ-૧૯નું કારણ બને છે. આ વાયરસના લક્ષણોમાં તાવ, શરદી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક, છીંક આવવી, વહેતું નાક, ગળું, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ છે. મેક્સિકોમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.