દેશી તમંચા હથિયાર સપ્લાય કરનાર જગતસિંગ ઝડપાયો
આરોપી ભંગારના ડેલામાંથી લોખંડ તથા હાર્ડવેરના દુકાનમાંથી જરૂરી સમાન લાવી જંગલ અને ઘરે બેસી હથિયાર બનવતો હતો.
અમદાવાદ, ગુજરાતમાં ફરાર આરોપીઓને પડકવા એક મુહિમ ચાલી રહી છે. અને તેમાં એક ટીમે દેશમાં દેશી તમંચા હથિયાર સપ્લાય કરનાર મુખ્ય આરોપીની કરી ધરપકડ હતી. આરોપી જગતસિગ સરદાર ગુજરાતમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો.
આરોપી પોતાની દીકરીના લગન માટે ઘરે આવ્યો હતો અને પોલીસે પકડી પાડ્યો હતો.પોલીસે પકડેલા આરોપી જગત સીંગ સરદારને ગુજરાત પોલીસ છેલ્લા અનેક વર્ષોથી શોધી રહી હતી અને અનેક વાર પોલીસ મધ્ય પ્રદેશમાં જઈ ને પરત આવી ગઈ હતી. પરંતુ આરોપી પકડાઈ શક્યો નહતો.
જાેકે ગુજરાત ડીજીપી દ્વારા એક મહિનાની ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે. અને જેમાં એક ટીમે ત્યાં જઈને આરોપીને પકડી પાડે છે. આરોપીઓએ અત્યાર સુધીમાં ગણતરીના કરી શકીએ તેટલા હથિયારો વેચી દીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા અનેક વર્ષોથી હથિયાર બનાવે છે અને ૫ હજારથી લઈ ને ૧૫ હજાર સુધીમાં વેચાણ કરે છે.
આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે ૨૫ વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશમાં લોકો દેશી તમંચા અને પીસ્ટલ રાખતા હતા અને ખરીદી કરવા આવતા હતા. જેમાં વધુ રૂપિયા મળતા હોય તે માટે તેને આ વેપાર શરૂ કર્યો હતો. આરોપીનું ગામ ઇન્દોર-અમદાવાદ હાઈવે નજીક હોવાથી અનેક પ્રવાસીઓને પણ હથિયાર આપ્યા હોવાનું સામે આવ્યું છે.
આરોપી ભંગારના ડેલામાંથી લોખંડ તથા હાર્ડવેરના દુકાનમાંથી જરૂરી સમાન લાવી જંગલ અને ઘરે બેસી હથિયાર બનવતો હતો. અને અનેક લોકોને મોબાઈલ નંબર પણ આપી દેતો જેથી જરૂરિયાત પ્રમાણે પણ હથિયાર બનાવતો હતો.
નોંધનીય છે કે આરોપી ૮ ગુનાઓમાં અલગ અલગ રાજ્યોમાં પકડાઉ ચુક્યો છે ત્યારે ગુજરાતમાં પહેલી વાર પકડાઈ ગયા હોવાનું સામે આવ્યું છે અને હાલ ગુજરાતમાં ૧૨થી વધુ ગુનાઓ માં ફરાર હોવાનું સામે આવ્યું છે. હાલ રાજ્યમાં તમામ પોલીસને સૂચના આપવામાં આવી છે કે આરોપી સામે અન્ય કોઈ ગુનાઓ દાખલ થયા છે કે કેમ તેની માહિતી આપવી. HS