દેશી તમંચો તથા બે જીવતા કાર્ટીઝ સાથે એક ઇસમને ઝડપી પાડતો ડીસીપી ઝોન-૭ સ્કોડ

પોલીસ કમીશ્નર સાહેબશ્રી તથા સંયુકત પોલીસ કમીશ્નરશ્રી સેકટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-7 સાહેબશ્રી નાઓની સુચનાથી લુંટ ધાડ જેવા મિલ્કત સબંધી ગંભીર ગુના બનતા બનાવો અટકાવવા તેમજ બનેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જાળવવા સારૂ આજ રોજ પો.સ.ઇ. વી.જે.જાડેજા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો સાથે ઝોન-૭ વીસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન સાથેના અ.લો.ર. રવિરાજસિંહ મહિપતસિંહ તથા અ.લો.ર. નાગરાજભાઇ અમકુભાઇ નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી હકીકત મળેલ, જે આધારે આરોપીને દેશી તમંચો નંગ- ૦૧ તથા કાર્ટીઝ નંગ-૦૨ સાથે પકડી પાડી સદરીને તા-૦૬/૦૩/૨૦૨૦ ના કલાક- ૨૧/૦૦ વાગ્યે અટક કરી કુલ્લે કિં.રૂ.- ૫૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
આરોપી: અબ્દુલઅઝીજ સ/ઓ અબ્દુલકાદર શેખ ઉવ- ૪૫ રહે- મકાન નં.- ૩૭,૩૮, ગુલાબ પાર્ક, ઉસ્માની મસ્જીદ પાસે, એકતા મેદાન પાછળ, વેજલપુર અમદાવાદ મુદ્દામાલ: (૧) હાથ બનાવટી દેશી તમંચો નંગ- ૦૧ કિ.રૂ. ૫,૦૦૦/- (૨) કાર્ટીઝ નંગ- ૦૨ કિમત રૂ.૧૦૦/- મળી કુલ્લે કિ.રૂ.- ૫,૧૦૦/- ની મતાનો મુદામાલ આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ:
ડીસીપી ઝોન-૭ સ્કોડ અમદાવાદ શહેરના પો.સ.ઇ. વી.જે.જાડેજા તથા મ.સ.ઇ. મીલન એલ.રામાણી તથા મ.સ.ઇ. અજયકુમાર કનુજી તથા હે.કો. ગજેંદ્રસિંહ ઇશ્વરસિંહ તથા પો.કો. વિજયસિંહ હનુભા તથા પો.કો. હરપાલસિંહ વિક્રમસિંહ તથા પો.કો. મનુભાઇ વલુભાઇ તથા પો.કો. ભાનુભાઇ વજુભાઇ તથા પો.કો. અંજુમઅલી ઇસમઅલી તથા અ.લો.ર. રવિરાજસિંહ મહિપતસિંહ તથા અ.લો.ર. નાગરાજભાઇ અમકુભાઇ