દેશી બોમ્બ ફેંકનાર કુખ્યાત ગેંગનો લીડર મીટ્ટુ ઝડપાયો
સુરત: ઓરિસ્સાની ખૂંખાર ગેંગના લીડર અને ઓરિસ્સાના ગંજામમાં બિલ્ડરો, સરકારી કામ રાખતા કોન્ટ્રાકટરો પાસેથી હપ્તા વસુલી મામલે અન્ય ત્રણ ગેંગ સાથે ગેંગવોર દરમિયાન દેશી બોમ્બ જાતે બનાવી હરીફ ગેંગ પર ફેંકનાર તેમજ તેને પકડવા આવેલી પોલીસ પર પણ બોમ્બ ફેંકનાર અને ફાયરીંગ કરનાર ગંજામની કુખ્યાત મીટ્ટુ પ્રધાન ગેંગનો લીડર. મીટ્ટુ પ્રધાન બહેનના લગ્ન માટે પેરોલ પર છૂટી ત્રણ વર્ષથી ફરાર હતો અને હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ, પુણે, રાજસ્થાનમાં રહી છેલ્લા સાત દિવસથી સુરતમાં રહેવા આવ્યો હતો. સુધીર પાડી ગેંગનો ખાતમો બોલાવી દેવા દેશી બોમ્બ બનાવી હુમલો કર્યો હતો.
જાેકે, આ ઈસમ સુરતના ભેસ્તાન આવાસમાં રહેતો હોવાને લઈને પોલીસે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઓરિસ્સામાં દીલીપ ઉર્ફે મીટ્ટુ પ્રધાનની એક ગેંગ છે. જેમાં સાતેક પન્ટરો છે. મીટ્ટુ પ્રધાન ગેંગની દુશ્મનાવટ અન્ય હરીફ ગેંગ જેમકે, સુધીર પાડી ગેંગ, મહંતિ ગેંગ, સંતોષ રેડ્ડી ગેંગ છે. આ ગેંગસ્ટરોનું મુખ્ય કામ બિલ્ડરો અને સરકારી કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાકટરો પાસેથી હપ્તા વસૂલીનું છે. જેના કારણે બે ગેંગ વચ્ચે ઓરિસ્સામાં ગેંગવોર વારંવાર થતી રહે છે. ગંજામમાં બિલ્ડરો, સરકારી કામ રાખતા કોન્ટ્રાકટરો પાસેથી હપ્તા વસુલી મામલે અન્ય ત્રણ ગેંગ સુધીર પાડી ગેંગ, નોરી મહંતી ગેંગ, સંતોષ રેડ્ડી ગેંગ સાથે દુશ્મનાવટ ધરાવતો મીટ્ટુ વર્ષ ૨૦૦૪ થી ગુનાખોરીની દુનિયામાં છે
અગાઉ તેની ૨૯ ગંભીર ગુનાઓમાં ધરપકડ થઈ છે. વર્ષ ૨૦૧૩માં ફાયરીંગ કરી હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયા બાદ કાચા કામના કેદી તરીકે બાણાપુર જીલ્લા જેલમાં બંધ મીટ્ટુ ૧ મે, ૨૦૧૮ના રોજ બહેનના લગ્ન માટે ૧૫ દિવસના પેરોલ પર છૂટ્યો હતો. પણ બાદમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. પેરોલ પર છૂટ્યા બાદ પણ હરીફ ગેંગો સાથે તેની અથડામણ ચાલતી હતી
તે દરમિયાન તેણે દેશી બોમ્બ જાતે બનાવી હરીફ સુધીર પાડી ગેંગ પર ફેંક્યા હતા. એટલું જ નહીં ખંડણીનો ગુનો પણ આચરનાર મીટ્ટુને પોલીસે પકડવા બે વખત પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ પર પણ બોમ્બ ફેંક્યા હતા અને ફાયરીંગ પણ કર્યું હતું. પાંચ ગુનાઓ આચરી તે હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ, પુણે, રાજસ્થાનમાં રહી છેલ્લા સાત દિવસથી સુરતમાં રહેવા આવ્યો હતો.