દેશી વેક્સિન કોવેક્સિન ત્રીજા ટ્રાયલમાં ૭૭.૮% અસરકારક
નવી દિલ્હી: ભારતની સ્વદેશી કોવિડ-૧૯ વેક્સિન ‘કોવેક્સીન’ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) ની એક્સપર્ટ કમિટીની સમીક્ષામાં ૭૭.૮ ટકા અસરકારક જાેવા મળી છે. હૈદરાબાદની દવા નિર્માતા કંપની ભારત બાયોટેકે હાલમાં મેડ ઇન ઈન્ડિયા કોવિડ-૧૯ વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા ડીજીસીઆઈને સોંપ્યો છે.
ભારતમાં વર્તમાનમાં જે ત્રણ વેક્સિનને દેશમાં કોરોના વિરુદ્ધ જંગમાં લોકોને લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, તેમાં સ્વદેશી વિકસિત કોવેક્સીન પણ સામેલ છે.
આ વર્ષે એપ્રિલમાં ભારત બાયોટેકે કહ્યું હતું કે ત્રીજા તબક્કાના અંતરિમ વિશ્લેષણના આધાર પર કોવેક્સીન હળવા અને ગંભીર કોવિડ-૧૯ કેસમાં ૭૮ ટકા અસરકારક જાેવા મળી છે. વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલના ડેટા જારી કરવામાં વિલંબને કારણે હૈદરાબાદ સ્થિત દવા નિર્માતા કંપનીએ ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.
ડીસીજીઆઈએ કોવેક્સીનના પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલ ડેટાના આધાર પર ભારતમાં જાન્યુઆરી મહિનામાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. કોવૈક્સીનનો ડેટા જારી કરવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે શરૂઆતી સ્ટડીમાં તે દાવો કરવામાં આવ્યો હતો કે કોવિશીલ્ડ વેક્સિન ભારત બાયોટેકની કોવૈક્વીનના મુકાબલે કોરોના સામે જંગમાં વધુ એન્ટીબોડી પેદા કરે છે.
સ્ટડીમાં તે જાેવામાં આવ્યું કે કોવેક્સીનના બે ડોઝ લીધા બાદ કોવિશીલ્ડ લેનારા ૯૮ ટકા મામલામાં જેટલી એન્ટીબોડી જાેવા મળી એટલી કોવેક્સીન લગાવનારા ૮૦ ટકામાં જાેવા મળી હતી.
પરંતુ ભારત બાયોટેકે તેને વધુ મહત્વ ન આપતા કહ્યું હતું કે શરૂઆતી રિસર્ચમાં ખામીઓ હતી અને તેને એડહોકના આધાર પર કરવામાં આવ્યું હતું. દવા કંપનીએ તે પણ કહ્યું હતું કે સ્ટડીની સહકર્મી-સમીક્ષા કરવામાં આવી નહતી અને તેને વૈજ્ઞાનિક રૂપથી ડિઝાઇન કરવામાં આવી નહતી.