દેશોમાં ૨૪ કલાકમાં ૫૦૧ દર્દીઓના કોરોનાથી મોત
નવીદિલ્હી, કોવિડ ૧૯નો કહેર દેશમાં જારી રહ્યો છે.દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા ૯૫ લાખ થવા આવી છે મૃત્યુઆંક પણ ૧.૩૮ લાખને પાર કરી ગયો છે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૬,૬૦૪ નવા પોઝીટીવ કેસો નોંધાયા છે આ ઉપરાંત કોવિડ ૧૯ના કારણે ૫૦૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૪,૯૯,૪૧૩ થઇ ગઇ છે.
આ ઉપરાંત દેશમાં કોવિડ ૧૯ની મહામારી સામે લડીને ૮૯ લાખ ૩૨ હજાર ૬૪૭ લોકો સાજા થઇ ચુકયા છે ૨૪ કલાકમાં ૪૩,૦૬૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે હાલમાં ૪,૨૮,૬૪૪ એકિટવ કેસો છે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૮,૧૨૨ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.
આઇસીએમઆરએ બુઝવારે જારી કરેલા આંકડા અનુસાર ૧ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૪,૨૪,૪૫,૯૪૯ કોરોના સેમ્પલનું ટેસ્ટ્રિંગ કરવામાં આવ્યું છે.એ યાદ રહે કે મંગળવારના રોજ ૨૪ કલાકમાં ૧૦,૯૬,૬૫૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.જાે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૪૭૭ નવા કેસ નોંધાયા છે સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે અમદાવાદમાં સતત ૩૦૦ ઉપર કેસ આવી રહ્યાં છે ત્યારે શહેરમાં ૩૧૧ અને જિલ્લામાં ૨૧ કેસ નોંધાયા છે રાજયમાં વધુ ૧૫ દર્દીના નિધન થતા કોરોની કાતિલ રફતાર જાેવા મળી રહી છે રાજયમાં અત્યાર સુધીમાં ૨,૧૧,૨૫૭ દર્દી છે.HS