દેશ અને રાજ્યોની જવાબદારી મજબૂત ખભા પર હોવી જાેઈએ
લખનઉ, ઉત્તર પ્રદેશના બબરાઇચમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા જેવી મહાશક્તિઓ વચ્ચે શરૂ થયેલા જંગને લઈને કહ્યું કે, ભારતે શક્તિશાળી બનવાની જરૂર છે. પીએમ મોદીએ ટફ ટાઇમમાં ટફ લીડર જરૂરી ગણાવ્યા અને કહ્યું કે, દેશ અને રાજ્યોની જવાબદારી મજબૂત ખભા પર હોવી જાેઈએ.
પીએમ મોદીએ કહ્યુ, ‘તમે જાેઈ રહ્યાં છો કે આ સમયે દુનિયામાં કેટલી ઉથલ-પાછળ મચી છે. જ્યારે ચારે તરફ ઉથલ-પાથલ મચી હોય. ચારે તરફ કાલે શું થશે, પરમ દિવસે શું થશે, ગણતરી ચાલતી હોય, તેવામાં ભારતે શક્તિશાળી બનવું જાેઈએ કે નહીં. આજે ભારતનું શક્તિશાળી હોવું ન માત્ર ભારત માટે, પરંતુ માનવતા માટે ખુબ જરૂરી હોય છે. તમારો એક મત ભારતને શક્તિશાળી બનાવશે. સુહેલદેવની ધરતીના લોકોનો એક એક મત દેશને મજબૂતી આપશે.’
ઢીલા ટીચર અને ઈન્સ્પેક્ટરનું ઉદાહરણ આપતા પીએમ મોદીએ કહ્યું કે, તમે જુઓ, જાે સ્કૂલમાં પણ કોઈ ઢીલા ટીચર હોય તો શું વિદ્યાર્થીઓ તેને પસંદ કરે છે. બાળકોના પરિવારના સભ્યોને પસંદ આવે છે. તમે પણ ઈચ્છો છો કે શિક્ષક મજબૂત હોવો જાેઈએ. તમારા વિસ્તારન ઇન્સ્પેક્ટર ઢીલો પસંદ આવે છે શું. ઈન્સ્પેક્ટર પણ મજબૂત જાેઈએ. આટલો મોટો દેશ, આટલું મોટું રાજ્ય, જવાબદારી મજબૂત ખભા પર હોવી જાેઈએ કે નહીં. જ્યારે મુશ્કેલ સમય હોય તો મજબૂત લીડર જરૂરી હોય છે.
પીએમ મોદીએ કહ્યુ- અમારી પહેલા યુપીમાં જેણે સરકાર બનાવી તેણે ગરીબોને ગરીબી સામે લડવા માટે કોઈ અસ્ત્ર-શસ્ત્ર ન આપ્યા. કોઈ સમર્થન ન આપ્યું. ૨૦૧૪માં અમારી સરકાર બની તો અમે બેન્કોના દરવાજા ગરીબો માટે ખોલી દીધા. પહેલા તે માનવામાં આવતું હતું કે જેના પૈસા હોય છે તે બેન્ક જાય છે.
ગરીબોની પાસે પણ બેન્ક ખાતું હોય, પહેલાની સરકારોએ તેની જરૂરીયાત સમજી નહીં. ભાજપ સરકારે દેશભરમાં ૪૪ કરોડ જનધન ખાતા ખોલ્યા. મારૂ વિરોધ કરનારાએ તે સમયે પણ વિરોધ કર્યો હતો. પરંતુ જનધન ખાતાની તાકાત જુઓ બાળકોના અભ્યાસ માટે સરકારી મદદ વગર વચેટીયા વગર સીધી ખાતામાં પહોંચી જાય છે. પીએમ મોદીએ કહ્યુ- પીએમ કિસાન નિધિને લઈને કોઈ વચેટીયા નહીં, સીધા કિસાનોના ખાતામાં પૈસા જાય છે.
પાક વેચો કે સબ્સિડી સીધા ખાતામાં આવે છે. પીએમ આવાસના પૈસા પણ સીધા ખાતામાં આવે છે. જનધન ખાતા સાથે મોબાઇલ અને આધારને જાેડવામાં આવ્યું તો આ સુરક્ષા ચક્ર વધુ મજબૂત થઈ ગયું. આપણા દેશના એક પીએમે કહ્યુ હતુ કે દિલ્હીથી એક રૂપિયો મોકલું છું તો ગરીબના ઘરે ૧૫ પૈસા પહોંચે છે. ૮૫ પૈસા કોના ખિસ્સામાં જતા હતા? હવે હું દિલ્હીથી ૧ રૂપિયો મોકલું છું તો ૧૦૦ પૈસા ખાતામાં પહોંચે છે.
મલાઈ ખાવાનું બંધ થઈ ગયું એટલે તે મને ગાળો આપશે કે નહીં. જાે મેં સાચુ કર્યું હોય તો તમે મારી સાથે રહેજાે, તમે જેટલી તાકાત આપશો, હું એટલા શક્તિશાળી ર્નિણય કરીશ.SSS