દેશ આર્ત્મનિભર ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે અને નેતાજીનું જીવન ખૂબ મોટી પ્રેરણા છે: મોદી
કોલકતા, દેશ આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી ઉજવી કરી હતી ત્યારે વડાપ્રધાન મોદી કોલકાતામાં પરાક્રમ દિવસની ઉજવણી માટે પહોંચ્યા હતાં. વિક્ટોરિયા મેમોરિયલમાં પીએમ મોદીએ કહ્યું કે કોલકાતા આવીને ખૂબ ભાવુક અનુભવી રહ્યો છે. બાળપણથી નેતાજીનું નામ સાંભળ્યું છે અને હું કોઈ પણ પરિસ્થિતિમાં રહું, આ નામથી એક નવી ઉર્જા આવી જાય છે. પીએમ મોદીએ કહ્યું કે નેતાજીની ૧૨૫મી જયંતી પર રાષ્ટ્ર તરફથી હું નમન કરું છું અને આજે સુભાષ નેતાજીને બનાવનાર બંગાળની આ પુણ્યભૂમિને પણ નમન કરું છું. મેં અનુભવ કર્યો છે કે જે કોઈ પણ આ નામ લે તેનામાં એક નવી ઉર્જા આવી જાય છે. તેમની ઉર્જા, આદર્શ, તપસ્યા અને ત્યાં દેશના દરેક યુવાન માટે પ્રેરણા છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશે નક્કી કર્યું છે કે હવે દર વર્ષે અમે નેતાજીની જન્મ જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ. જ્યારે દેશ આઝાદીના ૭૫માં વર્ષમાં પ્રવેશ કરવાનો છે ત્યારએ દેશ આર્ત્મનિભર ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે અને નેતાજીનું જીવન ખૂબ મોટી પ્રેરણા છે. આ કાર્યક્રમમાં પણ મમતા બેનર્જીનું ગુસ્સો જાેવા મળ્યો હતો જ્યાં તેમણે ભાષણ આપવાની ના પાડી દીધી હતી. નોંધનીય છે જે મમતા બેનર્જી જ્યારે મંચ પર ભાષણ આપવા પહોંચી તો નારાબાજી શરૂ કરી દેવામાં આવી હતી તેમણે કહ્યું કે કોઈનું અપમાન કરવું ઠીક નથી.
કોલકાતા પહોંચ્યા બાદ પીએમ મોદી સૌથી પહેલા નેતાજી ભવન પહોંચ્યા હતા જ્યાં તેઓ ૧૫ મિનિટ રહ્યા અને તે બાદ તેઓ નેશનલ લાઇબ્રેરી પહોંચ્યા હતા.મોદી વિક્ટોરિયા મેમોરિયલ પણ પહોંચ્યા જ્યાં તેમણે સમીક્ષા કરી અને તેમની સાથે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ મમતા બેનર્જીએ આજે દેશનાયક દિવસ ઉજવ્યો છે ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું જેમાં મમતાએ ૯ કિમી લાંબો રોડ શો કર્યો હતો.
હું આજે બાળક સુભાષને નેતાજી બનાવનારી, તેમના જીવનને તપ, ત્યાર અને તિતિક્ષાથી ઘડનારી બંગાળની આ પુણ્યભૂમિને નમન કરુ છું. નેતાજીની ઉર્જા, આદર્શ, તપસ્યા, ત્યાગ દેશના દરેક યુવક માટે પ્રેરણાનો સ્ત્રોત છે. પીએમ મોદી વિક્યોરિયા મેમોરિયલમાં લોકોને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, કોલકત્તા આવીને ભાવુક અનુભવ થઈ રહ્યો છે.
નેતાજીને નમન. બાળપણથી જ્યારે પણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું નામ સાંભળ્યું, હું કોઈપણ સ્થિતિ-પરિસ્થિતિમાં રહ્યો, આ નામથી એક ઉર્જાથી ભરાઈ ગયો. પીએમે કહ્યું કે, આજના જ દિવસે માં ભારતીના ખોળામાં આ વીર સપૂતે જન્મ લીધો હતો, જેણે આઝાદ ભારતના સપનાને નવી દિશા આપી હતી. આજના દિવસે ગુલામીના તે અંધારામાં ચેતનાનો સંચાર થયો હતો. જેણે વિશ્વની સૌથી મોટી સત્તાની સામે ઉભીને કહ્યું હતું, હું તમારી પાસે આઝાદી માગિશ નહીં, છીનવી લઈશ.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૫મી જયંતિ પર કોલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલમાં ચાલી રહેલા કાર્યક્રમમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ગુસ્સો જાેવા મળ્યો હતો. અહીં પર તેમણે ભાષણ આપવાનો ઇનકાર કરી દીધો. હકીકતમાં મમતા બેનર્જી જ્યારે મંચ પર ભાષણ આપવા પહોંચ્યા તો નારેબાજી શરૂ થઈ ગઈ. મમતા બેનર્જીએ કહ્યુ કે, કોઈનું અપમાન કરવું યોગ્ય નથી.
પશ્વિમ બંગાળના હાવડામાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા આમને સામને આવી ગયા અને પદયાત્રા દરમિયાન હંગામો શરૂ થઇ ગયો હતો અહેવાલો અનુસાર અનુસાર ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓની વચ્ચે ધ્વજ લગાવવાને લઇને વિવાદ શરૂ થયો હતો. ઝપાઝપી બાદ ભાજપ અને ટીએમસી બંનેએ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે આરોપ લગાવતાં કહ્યું કે ટીએમસી કાર્યકર્તાઓના હુમલામાં તેમના કાર્યકર્તા ઘાયલ થયા છે. જ્યારે ટીએમસીએ પોતાના ઉપર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.
ભાજપના નેતા સુરજીત શાહે કહ્યું કે બેલૂર પોલીસ મથક અંતગર્ત લિલુઆ મતવાલા ચોક પાસે જ્યારે આજે સવારે કેટલાક ભાજપ કાર્યકર્તા જઇ રહ્યા હતા, આ દરમિયાન તૃણમૂલ યુવા કોંગ્રેસના રાજ્ય સંપાદકએ પોતાના કેટલાક સાથીઓ સાથે હુમલો કરી દીધો. અમારા ૨ કાર્યકર્તા ઘાયલ થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે ઘાયલ ભાજપ કાર્યકર્તાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાજપે પશ્વિમ બંગાળ પોલીસના ટીએમસી સાથે મળેલા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પોલીસ ટીએમસી કાર્યકર્તાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.HS