Western Times News

Gujarati News

દેશ કોરોનાનો ભરડો : નવા ૨૦ હજારથી વધુ કેસ

નવીદિલ્હી: કોરોના વાયરસનો પ્રકોપ દેશમાં વધતો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા ચિંતાજનક છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨૦,૯૦૩ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના કુલ કેસનો આંકડો ૬,૨૫,૫૪૪ થયો છે. એક જ દિવસમાં કોરોનાના કારણે દેશમાં ૩૭૯ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં હાલ કોરોનાના ૨,૨૭,૪૩૯ એક્ટિવ કેસ છે જ્યારે ૩,૭૯,૮૯૨ લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૧૮૨૧૩ લોકોએ જીવ ગુમાવ્યાં છે.

દેશમાં સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. જ્યાં કોરોનાના અત્યાર સુધીમાં ૧૮૬૬૨૬ કેસ નોંધાયા છે જ્યારે ૮૧૭૮ લોકોએ જીવ ગુમાવ્યાં છે. હાલ રાજ્યમાં ૭૭૨૭૬ એક્ટિવ કેસ છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના ૯૮૩૯૨ કુલ કેસ છે અને ૧૩૨૧ લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે. દિલ્હીમાં કોરોનાના કુલ ૯૨૧૭૫ કેસ છે. જ્યારે ૨૮૬૪ લોકોના મૃત્યુ થયા છે. કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં ૧,૦૯,૮૫,૬૫૬ કેસ નોંધાયા છે જ્યારે ૫,૨૪,૦૮૮ લોકોના મૃત્યુ થયા છે. જો કે ૬,૧૪૦,૮૨૭ લોકો સાજા પણ થયા છે.

સૌથી વધુ કોરોનાનો પ્રકોપ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. જ્યાં અત્યાર સુધીમાં ૨૮,૩૭,૧૮૯ કોરોનાના કેસ નોંધાયા છે અને ૧,૩૧,૪૮૫ લોકોએ જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે બ્રાઝિલ આવે છે જ્યાં કોરોનાના ૧,૫૦૧,૩૫૩ કેસ છે.

ત્રીજા નંબરે રશિયા અને ચોથા નંબરે ભારત આવે છે જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશો છે.  દેશભરમાં ૬ લાખ ૨૭ હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. અને ૧૮ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ ૩ લાખ ૭૯ હજારથી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દેશમાં ૧ લાખ ૮૬ હજારથી વધુ દર્દીઓ તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે, જ્યાં ૮ હજારથી વધુ લોકોના મોત થયા છે. તમિલનાડુમાં ૯૮ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૧ હજારથી વધુ લોકોના જીવ ગયા છે.એક દિવસમાં ૨૧ હજાર ૯૪૭ નવા દર્દી વધ્યા છે. આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. આ ઉપરાંત ૧૯ હજાર ૯૯૯ દર્દી સાજા પણ થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ હજાર ૯૦૩ કેસ સામે આવ્યા અને ૩૭૯ લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૬ લાખ ૨૫ હજાર ૫૪૪ થઈ ગઈ છે. જેમાંથી ૨ લાખ ૨૭ હજાર ૪૩૯ એક્ટિવ કેસ છે. સાથે જ ૩ લાખ ૭૯ હજાર ૮૯૨ દર્દી સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી ૧૮ હજાર ૨૧૩ લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશઃ ઉજ્જૈન જીલ્લામાં ત્રણ કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા ૮૪૯ થઈ ગઈ છે. જો કે, ૭૭૦ દર્દી સાજા પણ થઈ ગયા છે. અત્યાર સુધી ૭૧ દર્દીના મોત થયા છે. તો બીજી બાજુ સિહોર જીલ્લામાં આજે બે દર્દી મળ્યા હતા. ઈન્દોરમાં ૧૯, હરદામાં આઠ અને સિવનીમાં એક દર્દી મળ્યો હતો.મહારાષ્ટ્રઃ રાજ્યની ૮૨ જેલમાં અત્યાર સુધી કુલ ૩૬૩ કેદી અને ૧૦૨ કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

આ માહિતી ગુરુવારે જેલ ડિપાર્ટમેન્ટે આપી છે. ચાર કેદીઓનું સંક્રમણથી મોત થયું છે. ૨૫૫ કેદી સાજા થયા છે. મુંબઈ સેન્ટ્રલ જેલમાં અત્યાર સુધી ૧૮૧ કેદી અને ૪૪ કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. રાજસ્થાનમાં વારે ૧૧૫ પોઝિટિવ સામે આવ્યા હતા. આ સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો ૧૮ હજાર ૪૨૭ પર પહોંચી ગયો હતો. સાથે જ બીકાનેરમાં ૨ જોધપુરમાં બે અને બાડમેરમાં એક વ્યક્તિનું મોત થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.