દેશ ધાર્મિક કટ્ટરતા અને આક્રમક રાષ્ટ્રવાદનો શિકાર: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ
નવીદિલ્હી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ અહીં કહ્યું છે કે આજે દેશ એવા પ્રકટ અને અપ્રકટ વિચારો અને વિચારધારાઓના ખતરામાં જાેવા મળી રહ્યો છે જે તેને હમ અને વોની કાલ્પિનિક શ્રેણીના આધાર પર વિભાજીત કરવાનો પ્રયાસ કરે છે. અંસારીએ એ પણ કહ્યું કે કોરોના વાયરસ સંકટ પહેલા જ ભારતીય સમાજ બે અન્ય મહામારીઓ ધાર્મિક કટ્ટરતા અને આક્રામક રાષ્ટ્રવાદનો શિકાર થઇ ચુકયો છે જયારે આ બંન્ને મુકાબલામાં દેશપ્રેમ વધુ સકારાત્મક અવધારણા છે કારણ કે આ સૈન્ય અને સાંસ્કૃતિક રીતે રક્ષાત્મક છે.
તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરની પુસ્તક ધ બૈટલ ઓફ બિલોન્ગિંગના ડિઝીટલ વિમોચન પ્રસંગે બોલી રહ્યાં હતાં. તેમના જણાવ્યા અનુસાર ચાર વર્ષોની અલ્પ મુદ્તમાં પણ ભારતે એકઉદાર રાષ્ટ્રવાદના બુનિયાદી દ્ષ્ટિકોણથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની એક એવી નવી રાજનીતિક પરિકલ્પના સુધીની સફર નક્કી કરી લીધી જે જાહેર ક્ષેત્રમાં મજબુતીથી ઘર કરી ગઇ છે. પૂર્વ ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું કૅ કોવિડ એક ખુબ જ ખરાબ મહામારી છે પરંતુ તે પહેલા જ આપણા સમાજમાં બે મહામારીઓ ધાર્મિક કટ્ટરતા અને આક્રમક રાષ્ટ્રવાદનો શિકાર થઇ ગઇ હતી તેમણે એ પણ કહ્યું કે ધાર્મિક કટ્ટરતા અને ઉગ્ર રાષ્ટ્રવાદની સરખામણીમાં દેશપ્રેમ વધુ સકારાત્મક અવધારણા છે.
પુસ્તક વિમોચન દરમિયાન ચર્ચામાં ભાગ લેતા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ૧૯૪૭માં આપણી પાસે તક હતી કે આપણા પાકિસ્તાન સાથે ચાલી જાત પરંતુ મારા વાલિદ અને અન્ય લોકોએ એ વિચાર્યું હતું કે બે રાષ્ટ્રના સિધ્ધાંત અમારા માટે યોગ્ય ન હતાં તેમણે કહ્યું કે વર્તમાન સરકાર દેશને જે રીતે જાેેવા ઇચ્છે છે તેને તે કયારેય સ્વીકાર કરનાર નથી.HS