દેશ ફતવાથી નહીં બંધારણથી ચાલશે: યોગી આદિત્યનાથ
લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિરોધ પક્ષો પર નિશાન સાંધતા કહ્યું કે દેશમાં ફતવાની રાજનીતિ હવે ચાલશે નહીં,અને દેશ બંધારણથી ચાલશે.મુખ્યમંત્રી લખનૌ કૈંટ વિધાનસભા બેઠક પર પેટાચુંટણી માટે ભાજપના ઉમેદવાર સુરેશ તિવારીના સમર્થનમાં એક જાહેરસભાને સંબોધિત કરી રહ્યાં હતાં.
તેમણે કહ્યું કે દેશ ફતવાથી નહીં બંધારણથી ચાલશે ભાજપે તીન તલાક જેવી કુપ્રથાને સદૈવ માટે પ્રતિબંધિત કરી દેશમાં રાજનીતિના મૌલનાકરણને પુરી રીતે સમાપ્ત કરી દીધુ છે.મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ સહિત તેમના સાથી કહેવાતા ધર્મનિરપેક્ષ રાજનીતિક પક્ષોએ હંમેશા રાષ્ટ્રની કીમત પર રાજનીતિની રાજનીતિ તેમના માટે પરિવારવાદ,જાતિવાદના આધાર પર લોકોને વિભાજીત સત્તા પડાવવાનું સાધન હતું.
તેમણે કહ્યું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામ પર રાજનીતિ કરનાર લોકો જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવવાના મુદ્દા પર ખુદને અલગ કરે છે વડાપ્રધાન મોદીએ ડો. આંબેડકર, શ્યામ પ્રસાદ મુખર્જીની ભાવના અનુરૂપ જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ સમાપ્ત કરી સ્પષ્ટ કરી દીધુ કે એક દેશમાં બે નિશાન બે કાયદા ચાલશે નહીં કલમ ૩૭૦ને કારણે ધરતીનું સ્વર્ગ જમ્મુ કાશ્મીર આતંકવાદના નરકમાં ફેરવાઇ ગયું હતું.
યોગીએ કહ્યું કે લખનૌના લોકો ૨૪ ઓકટોબરે દીપોત્સવ મનાવશે ૨૬ ઓકટોબરે અયોધ્યામાં દીપોત્સવ થશે અને ૨૪ ઓકટોબરે મર્યાદા પુરૂષોતમ રામના નાના ભાઇ ભગવાન લક્ષ્મણના નામ પર વસેલ લક્ષ્મણનગરીમાં પણ આ આયોજન કૈંટ વિધાનસભા બેઠક પર ભાજપની થનરી ભારે મતોની જીતને ધ્યાનમાં રાખીને મનાવવામાં આવશે.