દેસી ગર્લ પ્રિયંકાએ લોસ એન્જલસમાં ખાધા પૌઆં
મુંબઇ, પ્રિયંકા ચોપરા ઈન્ડિયાથી દૂર વિદેશમાં રહે છે, પરંતુ ત્યાં પણ તેણે પોતાનો દેસી અંદાજ નથી છોડ્યો. પહેરવેશ હોય, ખાણી-પીણી હોય કે ભક્તિ હોય, પ્રિયંકા પોતાના સ્વદેશી અંદાજને ભૂલતી નથી. પ્રિયંકા લોસ એન્જલસ ખાતે પોતાના ઘરમાં તમામ ભારતીય તહેવારોની ઉજવણી પણ કરે છે. આ તમામ ઉજવણીમાં તેનો પતિ નિક જાેનસ પણ સામેલ થાય છે.
તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નાસ્તાની ઝલક શેર કરી છે. લોસ એન્જલસમાં ભારતીય નાસ્તો મેળવીને પ્રિયંકા ચોપરાને મુંબઈની યાદ આવી ગઈ. પ્રિયંકા ચોપરાએ નાસ્તામાં પૌઆ ખાધા અને ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરી છે.
પૌઆંની તસવીર સાથે પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે, લોસ એન્જલસમાં પૌંઆ જાેઈને મને ઘરની યાદ આવી ગઈ છે. આ પોસ્ટમાં પ્રિયંકા ચોપરાએ તે રેસ્ટોરન્ટને પણ ટેગ કરી છે જ્યાં તેને આ ભારતીય નાસ્તો મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ખાણીપીણીની શોખીન પ્રિયંકા ચોપરાએ પોતાની એક રેસ્ટોરન્ટ પણ ખોલી છે, જે ન્યૂ યોર્કમાં છે. ન્યૂ યોર્કની આ રેસ્ટોરન્ટનું નામ સોના છે. અહીં દૂર દૂરથી લોકો ભારતીય ખોરાકનો આનંદ માણવા આવતા હોય છે. પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ હોલિવૂડ ફિલ્મ The Matrix Resurrectionsમાં જાેવા મળી હતી.
પ્રિયંકા હવે બોલિવૂડમાં કમબેક કરવાની તૈયારી કરી રહી છે. પ્રિયંકા ચોપરા લાંબા સમય પછી જી લે ઝરા ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ પણ હશે. પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ માતા બની છે.
સરોગસીના માધ્યમથી જન્મેલી દીકરીના ઉછેર પાછળ પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ સમય આપી રહ્યા છે. બન્ને પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે છે. એક રિપોર્ટ અનુસાર, એવી પણ વાતો સામે આવી રહી છે કે પ્રિયંકા ચોપરા માતૃત્વને કારણે ફિલ્મને સમય નથી આપવા માંગતી. જી લે ઝરાના મેકર્સ નવી અભિનેત્રીને શોધી રહ્યા છે. પ્રિયંકા ચોપરા અત્યારે બાળકી સાથે વધારેને વધારે સમય પસાર કરવા માંગે છે.SSS