દેહરાદુનમાં આભ ફાટ્યું, સતત ૭ કલાકથી વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા

દેહરાદુન, દહેરાદૂનમાં સતત ૭ કલાકથી વરસાદ થવાથી સ્થિતિ ખરાબ થઈ છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. સંતલા દેવી વિસ્તારમાં તો બે વાર વાદળ ફાટ્યા. જેમાં સ્થિતિ વધારે કાબૂમાં થઈ ગયા છે. જાેકે કોઈ જાનહાની નથી થઈ.
હવામાન વિભાગે પહેલા જ ૨૬ ઓગસ્ટ સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી. આની પહેલા દહેરાદૂનમાં સતત ૭ કલાક સુધી વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયું હતુ. ઘરોમાં પણ પાણી જ નહી બલ્કે માટી અને મોટા મોટા પત્થર ઘૂસી ગયા હતા. જાે કે સ્થિતિ એવી થઈ ગઈ કે જ્યાં અનેક જગ્યાઓ પર મોટી મોટી ગાડીઓ જઈ શકતી હતી ત્યાં એસડીઆરએફે રસ્સીથી લોકોને રેસ્ક્યૂ કરવા પડ્યા હતા.
ભારે વરસાદથી નદીઓ તોફાને ચઢી છે. દેહરાદૂને આઈટી પાર્ક જેવા પોશ વિસ્તારમાં પણ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે. પાણી એટલું સ્પીડમાં રસ્તા પર વહી રહ્યું છે કે ગાડીઓની અવરજવર બંધ થઈ ગઈ છે. અનેક ગાડીઓ રસ્તા પર ફસાઈ છે.એસડીઆરએફે આવવું પડ્યું છે. આઈટી પાર્કથી એસડીઆરએફે વધારો લોકોને રેસ્ક્યૂ કર્યા છે.
દહેરાદૂનના સંતલા દેવી મંદિરની પાસે ખબડવાલાની સ્થિતિ ખૂબ ખરાબ છે જ્યાં બે વાર વાદળ ફાટવાના કારણે અનેક ઘરોમાં પાણીની સાથે સાથે પહાડથી આવનારો કાટમાળ પણ ઘરમાં ઘૂસી ગયો છે. અનેક ઘરોની અંદર મોટા મોટ પત્થરોની સાથે માટી ઘૂસી ગઈ. સ્થિતિ એટલી ઘરાબ છે કે ઘરની છત્ત સુદ્ધા ઉડી ગઈ છે. તો મોટા મોટા પત્થર છત તોડી ઘરમાં પડી રહ્યા છે. સદનશીબે કોઈના જીવ નથી ગયા. જાેકે લોકોના ઘર નષ્ટ થઈ ચૂક્યા છે.HS