દેહવેપાર કરતી ૧૧ યુવતીઓ સહિત ૧૭ લોકોની ધરપકડ
હરિયાણા: પાણીપતના મિત્તલ મેગા મૉલમાં તે સમયે હોબાળો મચી ગયો જ્યારે પાણીપત પોલીસએ ગુપ્ત સૂચનાના આધારે મૉલમાં ચાલી રહેલા સ્પા સેન્ટરોમાં અચાનક દરોડા પાડ્યા. આ દરોડામાં પાણીપત પોલીસે ૧૧ યુવતીઓ અને ૬ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, મિત્તલ મૉલના મેનેજરે પોલીસના દરોડાની કાર્યવાહી ઉપર પણ સવાલ ઊભા કર્યા છે. ડીસીપી સતીશ વત્સે આ મામલાની પુષ્ટિ કરી છે. મામલામાં પોલીસે એક ડઝનથી વધુ યુવક-યુવતીઓની ધરપકડ કરી લીધી છે.
પોલીસે દરોડા પાડતાં દેહવેપારનો મોટો પર્દાફાશ થયો છે. ડીએસપીએ જણાવ્યું કે ગુપ્ત સૂચનાના આધાર પર પોલીસે મૉલમાં દરોડા પાડ્યા. પોલીસે પોતાના કર્મીઓને બોગસ ગ્રાહક બનાવીને સ્પા સેન્ટરમાં મોકલ્યા હતા, જ્યાં સ્પા સેન્ટરમાં આપત્તિજનક ચીજો જોવા મળી. ડીએસપીએ જણાવ્યું કે સ્પા સેન્ટરના નામ પર સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. તેની પર પોલીસે કાર્યવાહી કરતાં ડઝનબંધ યુવક-યુવતીઓને કસ્ટડીમાં લીધા છે અને મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ, મિત્તલ મેગા મૉલના મેનેજરે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. મેનેજરે કહ્યું કે સ્પા સેન્ટરમાં એવું કંઈ વાંધાજનક નહોતું ચાલી રહ્યું કારણ કે અમે સમય-સમય પર મોનિટરિંગ કરતા રહીએ છીએ. નોંધનીય છે કે, મિત્તલ મેગા મૉલમાં આ પ્રકારના દરોડાની ઘટના પહેલીવાર નથી બની.
આ પહેલા પણ અહીં અનેકવાર દરોડા પડી ચૂક્યા છે. દેહવેપારના મામલા પહેલા પણ સામે આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ૨૦ ઓગસ્ટે મિત્તલ મેગા મૉલમાં દરોડા પાડીને ત્યાં ચાલી રહેલા દેહવેપારનો પર્દાફાશ કર્યો હતો. તે સમયના દરોડામાં ૧૨ યુવતીઓ અને ચાર યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ઘટનાસ્થળેથી ૫૮૦૦ રૂપિયા, કોન્ડોમના પેકેટ અને અન્ય સંદિગ્ધ સામાન જપ્ત કરવામાં આવ્યા હતા.