દેેશમાં ખાસ ૮૦ ટ્રેનો શરૂ કરવા માટે રેલ્વેનો ર્નિણય

file
નવી દિલ્હી, કોરોનાનો રોગચાળો અને લોકડાઉન બાદ ભારતીય રેલવેએ ખાસ ૮૦ ટ્રેનો શરૂ કરવાનો ર્નિણય લીધો છે. હાલમાં ભારતીય રેલવે દેશભરમાં ૨૩૦ ટ્રેનોનું સંચાલન કરી રહી છે. તાજેતરમાં રેલવે દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આ ખાસ ૮૦ ટ્રેનો માટે રિજર્વેશનની પ્રક્રિયા ૧૦ સપ્ટેમ્બરથી શરુ થશે. રેલવે બોર્ડ અધ્યક્ષ વીકે યાદવે આ અંગેની માહિતી આપી હતી. તેમના મુજબ ૮૦ નવી ટ્રેનો અથવા ૪૦ જોડી ટ્રેનો ૧૨ સપ્ટેમ્બરથી શરુ થશે. રેલવેએ ખાસ સ્પષ્ટતા કરી હતી કે, વર્તમાન સમયમાં ચાલી રહેલી ટ્રેનોના સંચાલન પર ખાસ નજર રાખવામાં આવશે અને જ્યાં પણ ટ્રેનોની માંગ વધશે અથવા પેસેન્જર લિસ્ટ લાંબુ હશે જ્યાં એક્ચુઅલ ટ્રેન પહેલા એક ક્લોન ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. પરીક્ષાઓ માટે અથવા ખાસ ઉદેશ માટે રાજ્ય સરકારો સમક્ષ રજૂઆત કરવામાં આવશે કે ખાસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવે. આ સિવાય રેલવેએ જણાવ્યું કે, હાઇકોર્ટના આદેશ હેઠળ દિલ્હી સરકાર અને રેલવે, પટરીઓને કિનારે થયેલા કચરાનમે સાફ કરવા માટે સંયુક્ત પગલાં લેશે.SSS
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf