Western Times News

Gujarati News

દૈનિક ધોરણે કોરોનાના નવા નોંધાયેલા કેસની સંખ્યામાં ગુજરાત આઠમા ક્રમે

કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 3,047 દર્દી પોઝિટીવ નોંધાયા -મહારાષ્ટ્રમાં 2,498 દર્દી જ્યારે છત્તીસગઢમાં 1,188 નવા દર્દી સંક્રમિત – ગુજરાતમાં એક દિવસમાં 810 પોઝિટીવ કેસો

દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસનો આંકડો 16,500થી નીચે સરક્યો-કુલ સાજા થઇ ગયેલાની સંખ્યા 98 લાખ કરતાં વધારે

‘સંપૂર્ણ સરકાર’ અને ‘સંપૂર્ણ સમાજ’ના અભિગમ સાથે સતત, સક્રિય અને સુધરતી વ્યૂહનીતિના આધારે ભારતે વૈશ્વિક મહામારી સામેની જંગમાં આજે એક મહત્વપૂર્ણ મુકામને પાર કર્યું છે. દેશમાં આજે કુલ નવા નોંધાયેલા કેસની સંખ્યા ઘટીને નવા નીચલા સ્તર સુધી સરકી ગઇ છે.

187 દિવસ પછી છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીની સંખ્યા 16,500 કરતાં ઓછી (16,432) થઇ છે. અગાઉ, 25 જૂન 2020ના રોજ એક દિવસમાં 16,922 નવા કેસ નોંધાયા હતા.

ભારતમાં આજે સક્રિય કેસોનું ભારણ પણ ઘટીને 2,68,581 થઇ ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોનો હિસ્સો ઘટીને માત્ર 2.63% થઇ ગયો છે. છેલ્લાં 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 8,720 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

દૈનિક ધોરણે નવા સંક્રમિત થઇ રહેલા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે અને ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1 કરોડના આંકડાની ખૂબ જ નજીક છે. આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 98 લાખથી વધુ (98,07,569) નોંધાઇ છે જેના કારણે સરેરાશ સાજા થવાનો દર વધીને 95.92% થઇ ગયો છે.

સાજા થઇ ગયેલા દર્દીઓ અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે હાલમાં 95,38,988 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા દર્દીની સંખ્યા 24,900 છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 77.66% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં દેશમાં એક દિવસમાં સૌથી વધુ 4,501 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. ત્યારબાદ સર્વાધિક રિકવરીમાં કેરળ છે જ્યાં એક દિવસમાં નવા 4,172 દર્દી સાજા થયા છે. છત્તીસગઢમાં એક દિવસમાં વધુ 1,901 દર્દી સાજા થઇ ગયા છે. નવા પોઝિટીવ નોંધાયેલા કેસોમાંથી 78.16% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 3,047 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ગઇકાલે મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2,498 દર્દી જ્યારે છત્તીસગઢમાં એક દિવસમાં 1,188 નવા દર્દી સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.  છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 252  વ્યક્તિનાં મૃત્યુ નોંધાયા છે જેમાંથી 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ 77.38% દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 19.84% દર્દીઓ મહારાષ્ટ્રમાંથી હતા જ્યાં વધુ 50 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં અનુક્રમે વધુ 27 અને 26 દર્દી મૃત્યુ પામ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.