Western Times News

Gujarati News

દૈનિક ધોરણે નવા પોઝિટીવ કેસ કરતાં નવા સાજા થયેલા કેસની સંખ્યા વધુ થઇ

Files Photo

સક્રિય કેસનું ભારણ વધુ ઘટીને 4.35 લાખ થયું

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,35,603 થઇ ગયું છે જે 5 લાખના મહત્વપૂર્ણ આંક કરતાં નીચું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હાલમાં સક્રિય કેસનું ભારણ 4.60% રહ્યું છે.

દૈનિક ધોરણે નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા કરતા વધી ગઇ છે જેથી કુલ સક્રિય કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 11,349 દર્દીઓનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 31,118 કેસ પોઝિટીવ હોવાનું નોંધાયું છે.

કેટલાક રાજ્યો (કેરળ, દિલ્હી, કર્ણાટક, છત્તીસગઢ વગેરે)માં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસના ભારણમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ઉત્તરાખંડ, ગુજરાત, અસમ અને ગોવા જેવા કેટલાક અન્ય રાજ્યોમાં કેસના ભારણમાં વધારો થયો હોવાનું નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં નવા 31,118 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની સામે વધુ 41,985 દર્દીઓ સાજા થઇ ગયા હોવાનું નોંધાયું છે.

દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 88,89,585 થઇ ગઇ છે જેના કારણે રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર 93.94% થઇ ગયો છે. સાજા થઇ ગયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે અને હાલમાં આ આંકડો 84,53,982 થઇ ગયો છે. નવા સાજા થયેલા દર્દીઓમાંથી 76.82% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

કેરળમાં એક જ દિવસમાં સૌથી વધુ 6,055 દર્દીઓ સાજા થયા છે જ્યારે ત્યારબાદ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ 5,824 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 77.79% કેસ માત્ર 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 3,827 નવા દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. દિલ્હીમાં ગઇકાલે 3,726 નવા કેસ નોંધાયા હતા જ્યારે કેરળમાં નવા 3,382 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 482 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જેમાંથી 81.12% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 22.4% એટલે કે 108 દર્દીઓ દિલ્હીમાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે વધુ 80 અને 48 લોકો મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.