દૈનિક ૩૦ હજાર વેક્સિનેશનનો લક્ષ્યાંક પણ પૂરો થઈ શકશે
શહેરમાં ૪પથી પ૯ વર્ષની વયના લોકોને હવે કોમોર્બિડિટી સર્ટિફિકેટની જરૂર નહીં પડે
અમદાવાદ, મહારાષ્ટ્ર, પંજાબ જેવા કેટલાંક રાજયોમાં કોરોનાના કેસમાં ઝડપભેર વૃદ્ધિ થવાથી ગત તા.ર૩ માર્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન બહાર પડાઈ હતી, જે મુજબ તા.૧ એપ્રિલથી ૪પથી વધુ વયના તમામને વેક્સિન અપાશે
એટલે શહેરમાં ૪પથી વધુ વયના તમામ નાગરિકોને મ્યુનિ. સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ટાગોર હોલ વગેરે સ્થળોએ ફ્રીમાં વેક્સિન આજથી અપાશે. કેન્દ્રની અત્યાર સુધીની ગાઈડલાઈન મુજબ ૪પ થી પ૯ વર્ષના કોમોર્બિડ સ્થિતિ ધરાવતા દર્દી તેમજ ૬૦ વર્ષની ઉમરના સિનિયર સિટીઝનને વેકિસન અપાઈ રહી છે.
ગત તા.૧ માર્ચથી અમદાવાદમાં સિનિયર સિટીઝન અને કોમોર્બિડ સ્થિતિ ધરાવતા નાગરિકોને વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. ૪પથી વધુ ઉંમરના કોમોર્બિડ કન્ડિશન ધરાવતા નાગરિકોને વેકિસન મેળવવા એમબીબીએસ કે એમએસ ડોકટરનું સર્ટિફિકેટ લેવું જરૂરી છે
તે દિવ્સથી તંત્રે રોજના ર૦૦૦થી વધુ સિનિયર સિટીઝન અને કોમોર્બિડ કન્ડિશન ધરાવતા નાગરિકોને વેકિસન આપવાનો લક્ષ્યાંક નકકી કર્યો હતો. મ્યુનિ. તંત્રમાં નાગરિકોને ફ્રીમાં વેકિસન અપાઈ રહી છે, જયારે ખાનગી હોસ્પિટલમાં રૂ.૧૦૦ રજિસ્ટ્રેશન ચાર્જ અને રૂ.૧પ૦ વેકિસનના મળીને વેકિસનના પહેલા ડોઝ માટે રૂ.રપ૦ ચૂકવવા પડે છે,
જાેકે વેકિસનેશનના કાર્યક્રમમાં ઝડપ લાવવા કેન્દ્રની નવી કોરોના ગાઈડલાઈન મુજબ તા.૧ એપ્રિલથી ૪પથી વધુ વયના તમામને વેકિસન આપવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ આજથી ૪પ વર્ષથી વધુ ઉંમરના બીમાર લોકોને જ વેકિસન આપવી તેવી કોઈ શરત નહીં રહે. જાે કોઈ પણ નાગરિક ૪પ વર્ષથી વધુ ઉંમરનો હશે તો તે સીધો વેકિસન સેન્ટરમાં જઈને વેકિસન લઈ શકશે. ફકત નાગરિક પાસે આધારકાર્ડ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
જયારે ૪પથી પ૯ વર્ષના બીમાર લોકો માટે વેક્સિન મેળવવા સારું બીમારીને લગતા ડોકટરના સર્ટિફિકેટની પણ જરૂર નહી પડે. કોમોર્બિડીટી સર્ટીફિકેટ વગર તેઓ વેકિસન લઈ શકશે.
આમ તો કોરોનાના વેકિસનેશનના કાર્યક્રમમાં ઝડપ લાવવા મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા હવે રોજના ૩૦ હજાર વેક્સિનનો લક્ષ્યાંક નકકી કરાયો છે, જાેકે હજુ પણ આ લક્ષ્યાંકને મેળવી શકાયો નથી.
આજથી ૪પ વર્ષથી વધુ વયના લોકોને પણ વેક્સિનનો લાભ મળનાર હોઈ દૈનિક ૩૦ હજાર વેક્સિનેશનનો લક્ષ્યાંક સરળતાથી મેળવી શકાશે. દરમિયાન આજથી સિનિયર સિટીઝનોને વેક્સિન આપવાનો બીજાે ડોઝ શરૂ કરાશે તેમજ ફ્રન્ટલાઈન વોરિયર્સ, હેલ્થ વર્કર્સને ૪પ વર્ષની ઉંમરનો બાધ રાખ્યા વગર વેક્સિન અપાશે.