દોડવીર મિલ્ખા સિંહના પત્ની ર્નિમલ મિલ્ખા સિંહનો કોરોનાએ ભોગ લીધો
નવીદિલ્હી: મહાન ભારતીય દોડવીર મિલ્ખા સિંહના પત્ની ર્નિમલ મિલ્ખા સિંહનુ કોરોનાના કારણે અવસાન થયું છે. ર્નિમલ મિલ્ખા સિંહની ઉંમર ૮૫ વર્ષની હતી. તેણી પંજાબ સરકારમાં સ્પોર્ટ ડાયરેક્ટર (મહિલા) અને ભારતીય મહિલા વોલીબોલ ટીમની પૂર્વ કેપ્ટન હતી. પતિ મિલ્ખા સિંહ હોસ્પિટલમાં દાખલ હોવાના કારણે તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ શક્યા નહીં .
ર્નિમલ મિલ્ખાના નિધનની જાણકારી આપતા તેમના પરિવારે કહ્યું કે આપને જણાવતા અમને ઘણું દુખ થઇ રહ્યું છે કે ર્નિમલ મિલ્ખા સિંહનું આજે સાંજે ૪ વાગ્યે કોરોનાના કારણે નિધન થયું છે. પરિવારે કહ્યું કે પંજાબ સરકારમાં મહિલા રમત નિયામક અને ભારતીય મહિલા રાષઅટ્રિય વોલીબોલ ટીમની પૂર્વ કેપ્ટન રહેલી ર્નિમલજી છેલ્લે સુધી કોરોના સામે બહાદુરીથી લડી.હતી
આગળ તેમણે જણાવ્યું કે દુખની વાત છે કે ફ્લાઇંગ સિખ મિલ્ખા સિંહ આજે સાંજે થયેલા તેમના અંતિમ સંસ્કારમાં સામેલ નથી શક્યા, કારણ કે તેઓ ત્યારે આઇસીયુમાં દાખલ છે. તેમના પરિવારે આ લડાઇ દરમિયાન પ્રાર્થના અને સાથ માટે લોકોનો આભાર માન્યો. ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ ભારતીય દોડવીર મિલ્ખા સિંહની સારવાર ચંદીગઢના પીજીઆઇએમઇઆર હોસ્પિટલમાં ચાલી રહી છે.